વધુ એક દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી..! ઘરમાં સૂઈ રહેલી 19 વર્ષની માસુમ દીકરીને નરાધમ યુવકે જીવતી સળગાવી દીધી – જાણો કાળજું કંપાવી દેનારી ઘટના…

Published on: 5:34 pm, Fri, 7 October 22

મિત્રો દિવસેને દિવસે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકો દ્વારા માસુમ દીકરીઓનો જીવ લેવામાં આવી રહ્યો છે. આજથી થોડાક મહિના પહેલા સુરત શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે એક દીકરીનો જીવ લઈ લીધો હતો. ત્યારે લગભગ દોઢ મહિના પહેલા દુમકામાં ઘરમાં સૂતેલી એક દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ત્યારે દુમકામાં દોઢ મહિના બાદ બીજી એવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં પેટ્રોલ નાખીને ઘરમાં સૂઈ રહેલી દીકરીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક તરફી પ્રેમમાં આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાનો આરોપી રાજેશ રાવત પરિણીત હોવા છતાં પણ યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો.

જ્યારે યુવતીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે આરોપી રાજેશ રાવતે યુવતીને જીવતી સળગાવાની ધમકી આપી હતી. આ ઘટના ભાલકી ભરતપુર ગામની છે. ગુરૂવારના રોજ રાત્રે આરોપી રાજેશ 19 વર્ષની મારુતિ નામની યોજના ઘરમાં ઘૂસી ગયું હતું. ઘરમાં ઘૂસીને યુવતી ઉપર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી.

આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં દીકરીનું 90% શરીર દાજી ગયું છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ગુરૂવારના રોજ રાત્રે આરોપી રાજેશ દરવાજો તોડીને ઘરની અંદર ખુશીઓ હતો, ત્યારબાદ પેટ્રોલ નાખીને આગ લગાવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ઇજાગ્રસ્ત થયેલી દીકરીએ નિવેદન આપતા જણાવ્યું કે, આરોપીના આ જ વર્ષે લગ્ન થયા હતા તેમ છતાં પણ તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો અને તેને લગ્ન કરવા માટે દબાણ આપતો હતો.

જ્યારે દીકરીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે ત્રણથી ચાર દિવસ પહેલા આરોપીએ દીકરીને જીવતી સળગાવવાની ધમકી આપી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને માસુમ દિકરીની હાલત ખૂબ જ નાજુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વધુ એક દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી..! ઘરમાં સૂઈ રહેલી 19 વર્ષની માસુમ દીકરીને નરાધમ યુવકે જીવતી સળગાવી દીધી – જાણો કાળજું કંપાવી દેનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*