સેનાના લેફ્ટનન્ટ કર્નલની પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનેરી સેવા ભક્તિ, પોતાની પાયલટ દીકરી સાથે આર્મી ઓફિસર આપી રહ્યા છે આ સેવા…

Published on: 5:37 pm, Wed, 28 December 22

અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. દેશ વિદેશથી દરરોજ લાખો હરિભક્તો અહીં મુલાકાતે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશ્વભરમાંથી સ્વયંસેવકો અહીં સેવા કરી રહ્યા છે. જેમાં ઘણા ડોક્ટરો, ઘણા એન્જિનિયરો અને મોટા મોટા અધિકારીઓ પણ અહીં નાનામાં નાનું કામ કરીને સેવા આપી રહ્યા છે.

ઘણા એવા લોકો છે જેઓ છેલ્લા ઘણા મહિનાથી પોતાનો કામ ધંધો છોડીને અહીં દિવસ રાત સેવા આપી રહ્યા છે. આટલા જ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટના સમગ્ર વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. ત્યારે આજે આપણે અહીં સેવા આપી રહેલા એક એવા સ્વયંસેવકની વાત કરવાના છીએ.

જેમની અનોખી સેવા સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. મિત્રો સેવામાં આર્મી ઓફિસર પણ જોડાયા છે. જાણવા મળી રહ્યું છે કે ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા ઓફિસર તેમની દીકરી સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આર્મી ઓફિસર અને તેમની દીકરીની ચર્ચાઓ ચાલી રહી છે.

આ લેફ્ટનન્ટ કર્નલનું નામ મનીષ મોદી છે. તેઓ પોતાની દીકરી સાથે અહીં સેવા આપી રહ્યા છે. તેઓ મૂળ અમદાવાદ શહેરના વતની છે અને તેમજ તેઓ વડોદરામાં રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે લેફ્ટનન્ટ કર્નલ મનીષભાઈ મોદીએ આર્મીમાં મળતી રજાઓ ન લીધી

અને રજાઓ જમા થઈ તેનો ઉપયોગ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે કર્યો છે. તેઓ અહીં 35 દિવસથી સેવા આપી રહ્યા છે. તેઓ 33 વર્ષથી સેનામાં ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેમનું પોસ્ટિંગ શિલોંગમાં મેઘાલયમાં છે. મનીષભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજની સેવા કરવા માટે હું 10 ડિસેમ્બર થી અહીં સેવા આપી રહ્યો છું.

હું પીઆર ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ ગેસ્ટમાં સેવા આપી રહ્યો છું. હું મારી દીકરી અને મારી પત્ની સાથે અહીં સેવા આપી રહ્યો છું. મારી દીકરી પાયલટ છે અને તે અહીં ડેકોરેશનમાં સેવા આપી રહી છે. તે અહી 3 નવેમ્બર થી સેવા આપી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સેનાના લેફ્ટનન્ટ કર્નલની પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનેરી સેવા ભક્તિ, પોતાની પાયલટ દીકરી સાથે આર્મી ઓફિસર આપી રહ્યા છે આ સેવા…"

Leave a comment

Your email address will not be published.


*