બકરી ચરાવવા ગયેલી 45 વર્ષની મહિલા સાથે એવી ઘટના બની કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 12:17 pm, Thu, 24 August 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બકરીઓ ચરાવવા ગયેલી એક 45 વર્ષની મહિલાને એવો દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મહિલાનું મોત થતા જ પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બકરીઓ ચરાવવા ગયેલી મહિલાને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.

જેના કારણે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યાર પછી તો સંબંધીઓ મહિલાને તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. અહીં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દુઃખદ ઘટના બિહારના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ ઈન્દુ દેવી હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ઈન્દુ દેવી બકરી ચરાવવા ગઈ હતી. આ દરમિયાન ઈન્દુ દેવી એક ઇલેક્ટ્રીક થાંભલા પાસે ઉગેલું ઘાસ ઉખાડવાની કોશિશ કરી રહી હતી. ત્યારે ભૂલમાંથી તે ઈલેક્ટ્રીક થાંભલાને પકડી લે છે.

થાંભલામાં પહેલેથી વીજ કરંટ હતો. જેના કારણે મહિલાને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તે લોકોએ ગમે તેમાં કરીને મહિલાને થાંભલાના સંપર્કમાંથી દૂર કાઢી હતી અને પછી તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.

અહીં આધાર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બકરી ચરાવવા ગયેલી 45 વર્ષની મહિલા સાથે એવી ઘટના બની કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*