ખાનગી બસના કંડકટરનું અચાનક જ સાઈલેન્ટ હાર્ટ એટેક આવતા કરુણ મોત… જાણો શું છે આ સાઇલેન્ટ હાર્ટ અટેક…

Published on: 11:56 am, Thu, 24 August 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે બુધવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખાનગી બસના કંડકટરની તબિયત અચાનક જ બગડી ગઈ હતી અને ત્યાર પછી તેનું મોત થયું હતું. જાણવા મળી રહ્યો છે કે કંડકટર જ્યારે બસમાં મુસાફરી કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી બસ ચાલકે એક હોસ્પિટલ પાસે બસ ઊભી રાખી હતી અને કંડકટર હોસ્પિટલે દવા લેવા માટે બસમાંથી જેવો નીચે ઉતરે છે તેવો જ તે બેભાન થઈ જાય છે. ત્યારબાદ કંડકટરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે કંડકટરને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના રાજસ્થાન કોટામાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા કંડકટરનું નામ મોનું હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. તે એક ખાનગી બસમાં કંડકટર તરીકે નોકરી કરતો હતો. છેલ્લા કેટલાય દિવસોથી તે ઇન્દોર થી જયપુર જતી બસમાં કામ કરતો હતો. બુધવારના રોજ ખાનગી બસ ઈંદોર થી જયપુર જવા માટે રવાના થઈ હતી. જ્યારે બસ અડધા રસ્તામાં હતી ત્યારે અચાનક જ મોનુંએ બસના ડ્રાઇવરને કહ્યું હતું કે તેને છાતીમાં દુખાવો થાય છે.

એટલા માટે બસના ડ્રાઇવર એક હોસ્પિટલની સામે બસ ઊભી રાખી હતી. ત્યારબાદ મોનુ બસમાંથી નીચે ઉતરીને હોસ્પિટલ દવા લેવા માટે જતો હતો. પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તે બેહોશ થઈ ગયો હતો. પછી બસમાં હાજર મુસાફરો અને બસના ડ્રાઈવરે મોનુંને ઉપાડ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે મોનુને મૃત જાહેર કર્યો હતો. મોનુ ના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસના કંડકટરનું સાઇલેન્ટ હાર્ટ એટેક આવતા મોત થયું છે. હવે તમને બધાને થતું હશે કે સાઇલેન્ટ હાર્ટ એટેક એટલે શું ? મિત્રો તમને જણાવી દઈએ કે સાઇલેન્ટ હાર્ટ એટેકમાં જે પણ વ્યક્તિને આ હાર્ટ એટેક આવે છે. તેને ખબર જ રહેતી નથી કે તેને હૃદયમાં દુખાવો થાય છે. આ ઉપરાંત સાઇલેન્ટ હાર્ટ એટેક આવનાર વ્યક્તિને હાર્ટ એટેકના કોઈપણ પ્રકારના લક્ષણો પણ દેખાતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાનગી બસના કંડકટરનું અચાનક જ સાઈલેન્ટ હાર્ટ એટેક આવતા કરુણ મોત… જાણો શું છે આ સાઇલેન્ટ હાર્ટ અટેક…"

Leave a comment

Your email address will not be published.


*