મોદી સરકારની મોડી રાતે આ મંત્રી સાથે બેઠક બાદ આ બોર્ડર પર ખેડૂત આંદોલન સમાપ્ત, લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

Published on: 10:28 am, Sun, 13 December 20

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલનને વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારને આંશિક રાહત મળી છે.ઉત્તર પ્રદેશના ખેડૂતોએ નોઈડા ની બોર્ડર ને ખાલી કરી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂત આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશ ખેડૂતોએ પોતાનું આંદોલન હાલમાં સમેટી લીધું છે. ઉત્તર પ્રદેશના ખેડૂતો નોઈડાના સેક્ટર 14 ચિલ્લા બોર્ડરથી હટી ગયા છે જે બાદ આ રસ્તા પર અવરજવર શરૂ થઇ ગઇ છે.

સામાન્ય જનતાને થઈ રહેલી પરેશાનીને જોતા ખેડૂતો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ આયોગ બનાવવા માટે સહમતિ બની છે.ઉલ્લેખનીય છે કે મોડી રાતે ખેડૂતોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી અને તે બાદ બેઠક થઈ જેમાં નરેન્દ્રસિંહ તોમર પણ બેઠકમાં સામેલ થયા હતા.

બંને પક્ષોમાં વાતચીત 12 બોર્ડ અને ખાલી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં 18 સુત્રિય માંગ રાખવામાં આવી છે.બીજી તરફ સિંધુ બોર્ડર તથા ટિકરી બોર્ડર સહિત જે વિસ્તારોમાં ખેડૂતો બેઠા છે તે પોતાની માંગ પર અડગ છે.

અને આંદોલનને વધારે ઉગ્ર બનાવવાના છે. ખેડૂતોએ આજે ટેકટર માર્ચ કરવાની જાહેરાત કરી છે તથા ભૂખ હડતાળ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!