રસ્તા પર બસની રાહ જોઈ રહેલા વૃદ્ધ વ્યક્તિને ઈકો કાર ચાલકે કચડી નાખ્યા, સારવાર દરમિયાન વૃદ્ધ વ્યક્તિનું કરુણ મોત… જુઓ રૂવાડા ઉભા કરી દેનારા CCTV ફૂટેજ…

Published on: 3:31 pm, Tue, 21 February 23

હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી અકસ્માતના ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં 14 ફેબ્રુઆરીના રોજ એક ઈકો કાર ચાલકે રસ્તા ઉપર વૃદ્ધ વ્યક્તિને કચડી નાખ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં રવિવારના રોજ મોડી રાત્રે રોજ વ્યક્તિએ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

14 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનાનો વિડિયો સોમવારના રોજ સામે આવ્યો હતો. જેમાં તમે જોઈ શકો છો કે ઇકો કાર ચાલક કેવી રીતે વૃદ્ધ વ્યક્તિને કચડીને ત્યાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મળતા આજે પોલીસે ઇકો કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અજમેરમાં બની હતી. મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ લક્ષ્મણદાસ હતું અને તેમની ઉંમર 60 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર લક્ષ્મણદાસના પરિવારજનોએ જણાવ્યું કે, 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં લગ્નમાં જવાનું હોવાના કારણે તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા.

આ દરમિયાન બજારમાં પસાર થતા વાહને તેમને કચડી નાખ્યા હતા. આરોપી કાર ચાલક લક્ષ્મણદાસને થોડીક અંતર સુધી ઘસડી ગયો હતો.ઘટના બની ત્યારે આજુબાજુના લોકોએ કાર ઉભી રાખવાનું કહ્યું પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી નહીં. ત્યારબાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં લક્ષ્મણદાસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો લક્ષ્મણદાસને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સોમવારના રોજ સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાયરલ થઈ રહેલા ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, લક્ષ્મણદાસ સૌ પ્રથમ રસ્તા ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તેઓ થોડીક વાર પછી રસ્તા ઉપર બેસે છે. ત્યારે ત્યાંથી પસાર થતી ઇકો કાર તેમને કચડી નાખે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર બસની રાહ જોઈ રહેલા વૃદ્ધ વ્યક્તિને ઈકો કાર ચાલકે કચડી નાખ્યા, સારવાર દરમિયાન વૃદ્ધ વ્યક્તિનું કરુણ મોત… જુઓ રૂવાડા ઉભા કરી દેનારા CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*