સુરતમાં મોબાઇલ પર ખરાબ વિડિયો જોવાની ના પાડતા પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી, પછી કંઈક એવું બન્યું કે…હિમ્મત વાળા લોકો આગળ વાંચજો…

Published on: 4:03 pm, Tue, 21 February 23

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બનેલી હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો આ ઘટના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં બની હતી.

અહીં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઝઘડો થયો તે દિવસે રાત્રે પતિ પત્નીએ આઈસ્ક્રીમ ખાધો હતો. પરંતુ બીજા દિવસે ફરી એક વખત ઝઘડો થતાં ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

પ્રતિ માહિતી અનુસાર પતિને મોબાઈલ પર ખરાબ વિડિયો જોવાની ટેવ હતી. જ્યારે પત્નીએ પોતાના પતિને ખરાબ વિડિયો જોવાની ના પાડી ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બસ આટલી નાની વાતમાં ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીનો જીવ લઇ લીધો હતો. આરોપી પતિનું નામ કિશોર છે. જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ કાજલ પટેલ હતું અને તે મૂળ મુંબઈની રહેવાસી હતી.

કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખરાબ વિડિયો બંને વચ્ચે થયેલા ઝઘડાનું કારણ બન્યા હતા. મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે મોબાઇલ પર પતિ કિશોર ખરાબ વિડિયો જોતો હતો. આ દરમિયાન કિશોર અને કાજલ વચ્ચે ઝઘડો થયો હતો અને પછી ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ચોક બજાર પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરના સમયે કાજલ કિશોરભાઈ પટેલ નામની મહિલાને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. કાજલને હોસ્પિટલમાં તેનો પછી કિશોર લાવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં આરોપી પતિએ લખાવ્યું હતું કે તેની પત્નીએ જાતે જ સળગીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની માહિતી મળતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ દરમિયાન રીતે દાઝી ગયેલા કાજલબેનનું પોલીસે નિવેદન લીધું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થયો હતો. મળતી માહિતી અનુસાર કિશોર અને કાજલના લગ્ન દસ મહિના પહેલા થયા હતા. બાદ બંને વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડો થતો હતો. જેના કારણે રિસાઈને લગ્ન બાદ બે વખત કાજલ પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 19 તારીખના રોજ સાંજના સમયે પતિ પત્ની વચ્ચે રસોઈની બાબતમાં ઝઘડો થઈ ગયો હતો.

ત્યારબાદ રાત્રિના સમયે શ-રીર સં-બંધ બાંધવાની બાબતમાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પછી જ્યારે રાત્રે પતી ખરાબ વિડિયો જોતો હતો ત્યારે કાજલ એ તેને અટકાવ્યો હતો. સોમવારના રોજ સવારે કાજલને છાતીમાં દુખાવો ઉપડ્યો, ત્યારે તેને પોતાના પતિને દવાખાને લઈ જવાની વાત કરી હતી. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો તો જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં મોબાઇલ પર ખરાબ વિડિયો જોવાની ના પાડતા પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી, પછી કંઈક એવું બન્યું કે…હિમ્મત વાળા લોકો આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*