રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી,જાણો ક્યારે છે માવઠા ની શક્યતા

Published on: 3:25 pm, Mon, 20 December 21

રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વધુ ઠંડી અનુભવાશે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી ચોવીસ કલાક દરમ્યાન કચ્છમાં કોલવેવ ની આગાહી હવામાન વિભાગે કરી છે.

જોકે 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22

ડીસેમ્બર થી 30 ડિસેમ્બર માં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થશે.જેની અસર ગુજરાત ના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા થશે.

પૂર્વ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતા અને અરબસાગર માંથી ભેજ આવતા તેની અસર ગુજરાત ના ભાગોમાં થશે.22 ડિસેમ્બરથી વાદળો છવાય જવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી,જાણો ક્યારે છે માવઠા ની શક્યતા"

Leave a comment

Your email address will not be published.


*