રાજ્યના આ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

Published on: 9:32 am, Fri, 7 January 22

ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કુદરતે રાજ્યના ખેડૂતોને મુશ્કેલીમાં ફરીથી મૂકઆવે તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર રાજયભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે રાજ્યના ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. પરંતુ બીજી તરફ જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ બંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ-કરા સાથે પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વરસાદની અસર સૌરાષ્ટ્રના દરિયા જિલ્લાઓમાં એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળી શકે છે

આ જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી શકે છે. કારણ કે આગામી બે દિવસ એટલે કે 7 અને 8 તારીખે વરસાદ પડવાની સંભાવના છે. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના આ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*