અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, બાઈકસવાર 3 લોકોના મૃત્યુ…

Published on: 9:53 am, Fri, 7 January 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક એક અકસ્માતની ઘટના બની છે. જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા છે. રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઇક પર સવાર 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કન્ટેનર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર રાજપીપલા ચોકડી પાસે ફ્લાય ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરચાલકે બાઈક પર જઇ રહેલા ત્રણ લોકોને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતમાં 28 વર્ષીય અખિલેશ સિંઘ તેમના ભાભી પ્રિયંકા અજીત સિંઘ અને ભાભી ની પિતરાઈ બહેન નિધિ વિલાસ ચૌધરીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું. તેઓ બાઈક પર ત્રણ સવારીમાં કોઠવા દરગાહ ખાતે ગયા હતા.

અને તેઓ જ્યારે પોતાની GJ 16 AC 1380 નંબરની બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે HP 12 H 9277 નંબરના કન્ટેનરે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણેય લોકો હવામાં ફંગોળાઈ ગયા હતા.

અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસે કન્ટેનરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, બાઈકસવાર 3 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*