ધારાસભ્યોઓનું કોંગ્રેસ છોડવા ને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યું મહત્વનું નિવેદન,જાણો

Published on: 3:45 pm, Thu, 22 October 20

પેટાચૂંટણીમાં ભાજપના પ્રચારકો દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.ભાજપના અલ્પેશ ઠાકોર આજરોજથી પ્રચારમાં જોડાશે ત્યારે પ્રચારક અલ્પેશ ઠાકોર ની એક મીડિયા ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે ધારાસભ્યોનું કોંગ્રેસ છોડવા ને લઈને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ થી ધારાસભ્ય કોંગ્રેસ છોડે છે. કોંગ્રેસના નેતાઓ જવાબદારી સ્વીકારી રાજીનામું આપે છે. અલ્પેશ ઠાકોરે પક્ષ પલટા અંગે સ્વીકાર કર્યો હતો.

મારા નિર્ણય નો ઉદ્દેશ લોકો સુધી ન પહોંચાડી શકો તેમ પણ તેમણે કબૂલ્યું હતું. ભાજપના કાર્યકરોમાં મારી સ્વીકૃતિ થવામાં વાર લાગે એમ કહેતા અલ્પેશ ઠાકોરે ઉમેર્યું કે, ચૂંટણીમાં લોકો ભાજપના ઉમેદવારને ચુંટે તેવી વિનંતી છે.ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માં ભાજપ અને.

કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહા પાર્ટી, બહુજન મૂકતી પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી.

ઇન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચુંટણીમાં મેદાનમાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!