દેશના કરોડો ખેડૂતોને મોદી સરકાર તરફથી આવી વધુ એક મોટી ખુશખબર.

Published on: 4:09 pm, Thu, 22 October 20

કેન્દ્રની મોદી સરકાર તરફથી દેશના કરોડો ખેડૂતોને વધુ એક ખુશ ખબર મળે તેવા ભણકારા વાગી રહ્યા છે. હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને બીજા 5000 રૂપિયા આપવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. આ રકમ તેમને ખાતર ખરીદવા માટે આપવામાં આવશે. સરકાર હવે ખાતર કંપનીઓને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળે તે માટે અપાતી સબસીડી આપવાની જગ્યાએ આ રકમ સિદ્ધિ ખેડૂતોના હાથમાં મૂકવા માંગે છે.

ભારત સરકારે બનાવેલા કમિશનર ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ દ્વારા કેન્દ્ર સરકારને આ માટે ભલામણ કરવામાં આવી છે. કમિશનર ઈચ્છે છે કે વર્ષમાં બે વખત ખેડૂતોને 2500 રૂપિયા આપવામાં આવે છે જેથી તેઓ ખેતીની 2 સિઝન શરૂ થાય તે પહેલા ખાતર ખરીદી શકે. સરકારે આપના મનમાં વાળી લીધી તો ખેડૂતો પાસે વધારે રકમ ઉપલબ્ધ થશે. કારણકે સબસીડીની રકમ સીધી તેમના ખાતામાં આવશે.

હાલમાં ખાતર કંપની અને સબસિડી આપવામાં આવે છે અને આ સિસ્ટમમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની બૂમો પડતી રહે છે. સરકારી સમિતિઓ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખાતરની અછત ઊભી થાય છે. ખેડૂતોને છેવટે મોંઘા ભાવે ખાતર ખરીદવા માટે મજબૂર બને છે.

મધ્યપ્રદેશની ભાજપ સરકારના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ખેડૂતોને સીધા પૈસા આપવા માટે મોદી સરકારે તાજેતરમાં કરી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે સબસિડીમાં ભ્રષ્ટાચાર થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!