‘આપ’ના મુખ્યમંત્રી પદના દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ભાણવડમાં એક વિશાળ જનસભા સંબોધી.

Published on: 7:28 pm, Fri, 18 November 22

આ મારી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ પ્રચાર દરમિયાન વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. ડોર ટુ ડોર પ્રચાર કરીને દેવભૂમિ દ્વારકા ના સ્થાનિક લોકો સુધી અરવિંદ કેજરીવાલની ગેરંટી ઘર ઘર સુધી પહોંચાડી. ગુજરાતની જનતાએ હવે પરિવર્તનનો નિર્ણય કરી લીધો છે. તેમને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પરિવર્તન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

દેવભૂમિ દ્વારકાની જનતાએ પણ ઈશુદાન ગઢવીને ખૂબ જ આવકારો આપ્યો છે અને આમ આદમી પાર્ટીની જ સરકાર બને તેવા આશીર્વાદ આપ્યા. ઈશુદાન ગઢવી ધીરે-ધીરે લોકોને મળીને પ્રખ્યાત ભૂતવડ ખાતે મંદિરે દર્શન હેતુ માટે રવાના થયા. ઈશુદાન ગઢવીએ ભાણવડ ગામમાં યોજાયેલી વિશાળ જનસભામાં ભાગ લીધો હતો. જનસભા દરમિયાન ઈશુદાન ગઢવી જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે.

ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. એ દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેકને કેટલી આશાઓ છે. કારણ કે આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતાના પ્રશ્ન ઉઠાવે છે. તે અનુક્રમે આગળ વધતા અરવિંદ કેજરીવાલ ની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને ગુજરાતની જનતાની સેવા કરવા માટે ભાણવડ ગામમાં યોજાયેલી વિશાળ જનસભા દરમિયાન અનેક ગામના સરપંચો, સામાજિક કાર્યકરો તથા અલગ અલગ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ના મુખ્યમંત્રી પદના દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ભાણવડમાં એક વિશાળ જનસભા સંબોધી."

Leave a comment

Your email address will not be published.


*