રેલ્વેટ્રેક પર સેલ્ફી લેવા જતો યુવક જીવતો સળગી ગયો, સેલ્ફી લેતી વખતે કંઈક એવું બન્યું કે… ઘટનાનો વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

Published on: 11:43 am, Tue, 27 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સેલ્ફી લેવાની ઘેલછા એક યુવકને ભારે પડી ગઈ હતી. આ ઘટનામાં રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવક જીવતો સળગી ગયો હતો. મળતી માહિતી અનુસાર સેલ્ફી લેવા માટે OHE થાંભલાને અડે છે. જેના કારણે યુવક હાઈ વોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો.

કરંટ એટલો જોરદાર હતો કે યુવક જીવતો સળગવા લાગ્યો હતો. આ ઘટનાનો એક કાળજુ કંપાવેદીનારો વિડિયો પર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવક જમીન તડપડીયા મારતો જોવા મળી રહ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં બની હતી. અહીં સોમવારના રોજ શાહરૂખ નામનો વ્યક્તિ મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ક્રિકેટ રમીને તે ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે લગભગ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પ્રયાગરાજ કાનપુર રેલવે લાઇન પર બની રહેલા ગુડસ ટ્રેનના ટ્રેક પર શાહરૂખ સેલ્ફી લેવા માટે ગયો હતો.

સેલ્ફી લેવા માટે સારું રેલવે લાઇનના OHEના વીજ કોલ પાસે પહોંચે છે અને સેલ્ફી લેવા માટે થાંભલાને અડે છે અને તેને હાઈ વોલ્ટેજ કરંટ લાગે છે. જેના કારણે શાહરુખ જીવતો સળગવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉપરાંત રેલવેનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ત્યારબાદ તાત્કાલિક પાવર કટ કરવામાં આવ્યો હતો. વીજળીના થાંભલાથી છૂટા પડ્યા બાદ શાહરૂખ જમીન પર તડપી રહ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા શાહરૂખને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખ ના પિતાએ જણાવ્યું કે, દીકરાને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ છે.

તે સવારે તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં સેલ્ફી લેવાનો વિચાર આવ્યો હતો અને સેલ્ફી ના ચક્કરમાં આ બધી ઘટના બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેલ્વેટ્રેક પર સેલ્ફી લેવા જતો યુવક જીવતો સળગી ગયો, સેલ્ફી લેતી વખતે કંઈક એવું બન્યું કે… ઘટનાનો વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*