ગેસનો બાટલો લેવા જઈ રહેલા એક યુવાનને બેકાબૂ બનેલા ટ્રકે લીધો અડફેટેમાં – યુવાનનું કરૂણ મૃત્યુ…

Published on: 5:30 pm, Tue, 11 January 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે કાનપુરમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાનપુરના રાજપુરમાં સિલ્હારા રોડ પર બાઈક પર સિલિન્ડર લેવા જઈ રહેલા એક યુવકને બેકાબૂ બનેલા ટ્રકે ટક્કર લગાવી હતી.

જેના કારણે યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને રોષે ભરાયેલા સંબંધીઓએ ઘટનાસ્થળે આવીને હોબાળો મચાવ્યો હતો. અને ઘટના સ્થળેથી પોલીસને મૃતદેહને ઉપાડવા પણ ન દીધું.

મળતી માહિતી અનુસાર સિલ્હારા ગામના રહેવાસી ખેડૂત બ્રિજેશ કુમારનો 17 વર્ષનો પુત્ર નવનીત પોતાની બાઈક લઈને સિલિન્ડર લેવા જઈ રહ્યો હતો. ત્યારે ઝડપથી આવી રહેલા એક ટ્રેક્ટરે નવનીતની બાઈક ને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

તેના કારણે નવનીત રોડ પર નીચે પડી ગયો હતો તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયું હતું. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા નવનીતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઇને નવનીતના પરિવારજનોને અને ગામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તે લોકોએ ટ્રેકટરચાલક ને પકડવાની માંગ કરી હતી. આ ઉપરાંત પોલીસને મૃતદેહ ઉપાડવાની પણ ના પાડી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગેસનો બાટલો લેવા જઈ રહેલા એક યુવાનને બેકાબૂ બનેલા ટ્રકે લીધો અડફેટેમાં – યુવાનનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*