એક યુવકે પોતાની પત્ની અને બંને બાળકોનો જીવ લઈ લીધો, ત્યારબાદ યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:11 pm, Fri, 1 July 22

હાલમાં બનેલી એક દર્દના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મળતી માહિતી અનુસાર એક યુવકે પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે પત્ની પોતાના બાળકો સાથે સૂતી હતી. ત્યારે પતિએ સૌપ્રથમ પોતાની પત્નીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ બંને બાળકોનો જીવ લઈ લીધો.

છેવટે પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. પતિ આવું શા માટે કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના દુર્ગા જિલ્લાના ઉમરપોડી ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 32 વર્ષીય ભોજરામ સાહુ નામના વ્યક્તિએ તેની 28 વર્ષથી આ પત્ની લલિતા, 4 વર્ષે દીકરો પ્રવીણ અને 2 વર્ષના દિકેન્દ્ર સાહુનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ ભોજરામ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ભોજરામ બીએસપીના પ્લાન્ટમાં મજૂરી તરીકે કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા બુધવારના રોજ તેની પત્ની લલિતાનો જન્મદિવસ હતો. ભોજરામે પોતાની પત્ની લલિતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

બીજા દિવસે એટલે કે ગુરૂવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ ભોજરામ પોતાની ભાભીને તેના સાસરિયાના ઘરે મૂકવા ગયો હતો. ત્યારબાદ ભાભીના સાસરિયાના ઘરેથી નીકળ્યા બાદ, એ નોકરી પર જાય છે તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે નોકરી પર ન ગયો અને સીધો પોતાના ઘરે ગયો હતો.

ઘરે પહોંચ્યા બાદ તેની પત્ની અને તેના વચ્ચે ઘણા વિવાદો થયા હતા. ત્યારબાદ પત્ની બપોર નું ભોજન બનાવીને પોતાના બાળકો સાથે સૂઈ ગઈ હતી. ત્યારબાદ ભોજરામે મોબાઈલ ચાર્જિંગના વાયર વડે પોતાની પત્ની અને મોટા દીકરાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ ઓશિકા વડે ગળું દબાવીને નાના દીકરાનો જીવ લઈ લીધો હતો. છેવટે ગળાફાંસો ખાઈને પતિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટનાની જાણ પરિવારના લોકોને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો