સાયકલ પર જઈ રહેલા વૃદ્ધ વ્યક્તિ સાથે આખલાએ કર્યું એવું કે, વૃદ્ધ વ્યક્તિનું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 3:41 pm, Fri, 1 July 22

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આખલાઓના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ હચમચી જ હશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાયકલ લઈને જઈ રહેલા એક વૃદ્ધ વ્યક્તિ પર આખલો પ્રહાર કરે છે. સૌપ્રથમ આખલો વૃદ્ધ વ્યક્તિ પર પોતાના શિંગડા વડે પ્રહાર કરીને તેમને જમીન પર પછાડી દે છે. ત્યારબાદ આખલો પગથી વૃદ્ધ વ્યક્તિ પર પ્રહાર કરે છે. આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે કરોડ મૃત્યુ નીપજ્યું હતું.

મૃત્યુ પામેલા રોજ વ્યક્તિનું નામ ભગુનાથ વર્મા હતું અને તેમની ઉંમર 75 વર્ષની હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના પ્રયાગરાજમાં ગુરૂવારના રોજ સવારના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે 75 વર્ષે ભગુનાથ વર્મા સાયકલ લઈને જઈ રહ્યા હતા.

આ દરમિયાન એક આખલો અચાનક જ ભગુનાથ વર્મા પર પ્રહાર કરે છે. આ દરમિયાન ભગુનાથ વર્મા ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ આખલો પોતાના શિંગડા વડે ભગુનાથ વર્માને જમીન પર પછાડી દે છે. ત્યારબાદ પોતાના પગ વડે આંખનો ભગુનાથ વર્મા પર પ્રહાર કરે છે.

આજ આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેઓએ આખલાને ભગાડ્યો હતો. પરંતુ આ ઘટનામાં ભગુનાથ વર્માનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.  તેમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વૃદ્ધ વ્યક્તિના મૃત્યુના કારણે સ્થાનિક લોકોમાં ગુસ્સામાં ભરાયા હતા.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેમને અનેક વખત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક વૃદ્ધ વ્યક્તિએ આજે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો