લીંબડીમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 11:32 am, Thu, 12 May 22

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જીવન ટૂંકાવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે લીમડીના એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટના લીંબડીમાં વહેલી સવારે બની હતી. સમગ્ર ઘટના બનતા જ લીંબડી પંથકમાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે. યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ વ્યાજખોરોના ત્રાસના કારણે યુવક ખૂબ જ કંટાળી ગયો હતો. તેથી યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર યુવકના પરિવારજનોની પૂછપરછ ચાલુ કરે છે.

વધુમાં જાણવા મળ્યું કે એક વ્યાજખોરોના ત્રાસથી યુવકે પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પીને પોતાના ઘરે જ જીવ ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.

પોલીસને યુવક પાસેથી અથવા તો યુવકના ઘરમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. આ સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં શોખનું વાતાવરણ છવાઇ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લીંબડીમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*