સુરતમાં પત્ની અને દીકરા સાથે ગેલેરીમાં નાસ્તો કરતા યુવક 11માં માળેથી નીચે પડ્યા… ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત…

Published on: 4:54 pm, Fri, 25 August 23

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારના સિદ્ધિ વિનાયક હાઈટ્સ ખાતે એક યુવક 11 માં માળેથી નીચે પડી ગયો હતો. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે યુવક તેના પાંચ વર્ષના દીકરા અને પત્ની સાથે મોડી રાત્રે ઘરની ગેલેરીમાં નાસ્તો કરતો હતો.

આ દરમિયાન યુવક ગેલેરીની ગ્રીલ પર ટેકો દઈને ઉભો હતો. ત્યારે અચાનક જ યુવકનું બેલેન્સ બગડ્યું હતું અને તે ઊંધા માથે 11 માં માળેથી સીધો નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પાલ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ શરદ ચક્રપ્રકાશ પાંડ્યા હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. શરદભાઈ છેલ્લા ઘણા સમયથી અડાજણ વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક હાઈટ્સમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. શરદભાઈ ટેક્સટાઇલમાં જોબવર્ક તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શરદભાઈના પરિવારમાં તેમનો એક પાંચ વર્ષનો દીકરો અને તેમની પત્ની છે.

ત્યારે ગઈકાલે શરદભાઈ પોતાના ફ્લેટની ગેલેરીમાં પોતાના પરિવાર સાથે નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ શરદભાઈ 11 માં માળેથી નીચે પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં દીકરા અને પત્નીની નજર સામે શરદભાઈ 11 માં માળેથી નીચે પડ્યા હતા.

સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા શરદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પત્ની અને દીકરા સાથે ગેલેરીમાં નાસ્તો કરતા યુવક 11માં માળેથી નીચે પડ્યા… ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત…"

Leave a comment

Your email address will not be published.


*