ઈ-રિક્ષામાં સ્કૂલે જઈ રહેલી મહિલા શિક્ષિકાનું અકસ્માતમાં દર્દનાક મોત… અચાનક જ રસ્તામાં કંઈક એવું બન્યું કે…

Published on: 5:34 pm, Fri, 25 August 23

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક મહિલા શિક્ષિકાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, મહિલા શિક્ષિકા ઈ-રિક્ષામાં બેસીને સ્કૂલે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક કાર ચાલકે ઈ-રીક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં મહિલા શિક્ષિકા અને ઈ-રીક્ષા ચાલક બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ મહિલા શિક્ષિકા નું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ પ્રીતિ દેવ હતું. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. પ્રીતી દેવના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પ્રીતી દેવ સોનપુર મોડલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. મહિલા શિક્ષિકા પ્રિતી દેવ ઇ-રિક્ષામાં સવાર થઈને શાળાએ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેમની ઈ-રીક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં મહિલા શિક્ષિકા પ્રીતિ દેવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તો તેનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈ-રિક્ષામાં સ્કૂલે જઈ રહેલી મહિલા શિક્ષિકાનું અકસ્માતમાં દર્દનાક મોત… અચાનક જ રસ્તામાં કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*