પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે કારને લગાવી જબરદસ્ત ટક્કર, 3 લોકોના કરુણ મૃત્યુ…માતા અને દીકરાની એક સાથે અર્થી ઊઠી…

Published on: 8:07 pm, Tue, 6 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આજરોજ સવારે બની હતી. આ અકસ્માતમાં બેંક મેનેજર સહિત ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં એક માતા અને તેના દીકરાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

પોલીસે જણાવ્યું કે બાળકનો એક દિવસ પહેલા જ જન્મદિવસ હતો. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનમાં બની છે. રાજસ્થાનના બાસવાડાના લોહારીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 8:00 વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

અમૃતિયામાં રહેતો મીની બેંકનો સંચાલક હરીસિંહ ચંદાવત આશાપુરી થી બાસવાડા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેના મિત્રની દીકરી સોનલ અને તેનો દીકરો પીટર હતો. ત્યારે રસ્તામાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કાર બેકાબુ બનીને તળાવમાં પડી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્ફર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં હરીસિંહ, 30 વર્ષીય સોનલ અને 8 વર્ષીય પીટરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ દિવસે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી સોનલ અને આઠ વર્ષીય પીટર માં-દીકરો હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે અજાણ્યા ડમ્ફર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે કારને લગાવી જબરદસ્ત ટક્કર, 3 લોકોના કરુણ મૃત્યુ…માતા અને દીકરાની એક સાથે અર્થી ઊઠી…"

Leave a comment

Your email address will not be published.


*