2 કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 3 લોકોના દર્દનાક મોત… દીકરાઓની નજર સામે પિતાનું મોત…

Published on: 12:52 pm, Fri, 30 June 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત આટલો ભયંકર હતો કે, બંને કાર ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાવતસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

राजस्थान | Rajasthan - Dainik Bhaskar

વિગતવાર વાત કરીએ તો રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ બે કાર વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

भिड़ंत के बाद एक गाड़ी सड़क किनारे पलट गई। हादसे में दोनों कारें क्षतिग्रस्त हो गई।

પોલીસે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ભયંકર અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

હાલમાં પોલીસે અકસ્માતનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર ઓમકાર નામનો વ્યક્તિ પોતાના દીકરા સાહિલ અને સંદીપ સાથે રાવતસરથી આવી રહ્યો હતો. જ્યારે બીજે કારમાં ઇન્દ્રરાજ, કુલદીપ અને સંજય નામના વ્યક્તિ રાવતસરથી નોહર તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં બંને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં ઇન્દ્રરાજ અને ઓમકારનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન કુલદીપે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "2 કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 3 લોકોના દર્દનાક મોત… દીકરાઓની નજર સામે પિતાનું મોત…"

Leave a comment

Your email address will not be published.


*