આ નો સુધરે હો..! ચાલુ વરસાદમાં બાઈક લઈને નીકળેલા બે યુવકે રસ્તાની વચ્ચોવચ એવી એવી હરકતો કરી કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 1:10 pm, Fri, 30 June 23

લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જતા હોય છે. ઘણી વખત તો લોકો એવી હરકતો કરતા હોય છે જેને જોઈને આપણને ખૂબ જ હસવું આવે છે. આવી જ ઘટનાની તસવીરો કાનપુરમાંથી સામે આવી છે, ચોમાસાની સીઝન સમગ્ર ભારતમાં આવી ચૂકી છે. લોકો વરસાદની મજા કરી રહ્યા છે તો અમુક લોકો માટે વરસાદ આફત બની છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર વરસાદ સાથે જોડાયેલ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમુક લોકો વરસાદમાં ડાન્સ કરતા જોવા મળશે તો કોઈક લોકો ફસાયેલા જોવા મળશે. આ દરમિયાન યુપીના કાનપુરમાં વરસાદનો એક નજારો જોવા મળ્યો કે લોકો હસવાનું રોકી શકતા નથી.

એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે યુવક બાઈક પર નાહવા નીકળ્યા છે. ઈન્સટ્રાગ્રામ અકાઉન્ટ પર હાલમાં જ એક વિડીયો પોસ્ટ કર્યો છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં બે યુવક બાઈક પર નીકળી વરસાદમાં નહાવા નીકળ્યા હતા. પરંતુ મજાની વાત એ હતી કે તે વરસાદમાં નાહવા આવ્યા કેમ કે તેમણે શરીર પર સાબુ લગાવેલો હતો.

આ વિડીયો કાનપુર નો છે, કેમકે ગાડી નો નંબર યુપી 78 છે, જે યુપીના કાનપુરનો રજીસ્ટ્રેશન નંબર છે. વીડિયોમાં બંને યુવકે પોતાના શરીર પર સાબુ લગાવ્યો છે અને તેમના શરીર પર સફેદ ફીણ પણ દેખાઈ રહ્યા છે. આખા શરીર પર સાબુના ફીણ છે અને તે વરસાદમાં બાઈક લઈને નીકળી પડ્યા હતા. બાઈક પર તેઓ સ્નાન કરી રહ્યા હતા, લોકો તરફ જોઈને હસી પણ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Puneet Bhatia (@puuneetbhhatiya)


ખુબ મસ્તી કરી રહ્યા છે, તેમનો આ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તેમની મજાક પણ બનાવી રહ્યા છે, વીડિયોને 14 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે કેટલાક લોકોને કોમેન્ટ કરી પ્રતિક્રિયા આપી છે, એકે કહ્યું કે મુસ્કુરાઈયે આપ યુપીમાં હૈ. બીજાએ લખ્યું કે યુપી પોલીસ સેવા જલ્દી આયેગી, એક વ્યક્તિએ તો પોલીસને ટેગ કરીને લખ્યું કે આમના પર કાર્યવાહી થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ નો સુધરે હો..! ચાલુ વરસાદમાં બાઈક લઈને નીકળેલા બે યુવકે રસ્તાની વચ્ચોવચ એવી એવી હરકતો કરી કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*