સુરતમાં ઝાડ પરથી બદામ પાડવા જતી 13 વર્ષની દીકરીનું દર્દનાક મોત, દીકરી બદામ પાડતી હતી ત્યારે કંઈક એવું બન્યું કે… પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

Published on: 12:13 pm, Fri, 30 June 23

અત્યારે સોશિયલ મીડિયા પર કરંટ લાગવાના કારણે ઘણા લોકોના મૃત્યુના વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સુરતમાં કરંટ લાગતા એક તેર વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે, ઝાડ પરથી લોખંડના સળિયા થી બદામ પાડવા જતા ઉપરથી પસાર થતી હાઈટેનશન લાઈનને લોખંડનો સળીયો અડી જતા કરંટ લાગ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદના શ્રમિક પરિવાર 4 મહિના પહેલા મજુરી ગામ અર્થે સુરત આવ્યો હતો. પરીતભાઈ પરિવારના પત્ની અને છ સંતાનો સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશનગરમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા અને ત્યાં જ રહેતા હતા. તેમની ત્રીજા નંબરની 13 વર્ષીય દીકરી સકીના હતી.

ગત વીસ જુલાઈ ના રોજ પરિવાર કામ ઉપર હતું અને સકીના પહેલા માળેથી નજીકમાં જ આવેલા ઝાડ પરથી લોખંડના સળિયા વડે બદામ ઉતારી રહી હતી. આ દરમિયાન લોખંડનો સળીયો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને સ્પર્શી ગયો હતો. જેથી તેને કરંટ લાગ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગઈ હતી,

ગંભીર રીતે દાઝી ગયેલી સકીનાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. કિશોરી 50% જેટલી દાઝી ગઈ હતી, ગંભીર હાલતમાં હતી. કિશોરી મોત સામે આઠ દિવસ લડી ત્યારબાદ તેણે દમ તોડી દીધો હતો, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગત 20 જુલાઈના રોજ પરિવારના સભ્યો કામ પર હતા અને સકીના પહેલા માળેથી નજીક આવેલા ઝાડ પરથી લોખંડના સળિયા વડે બદામ ઉતારી રહી હતી.

આ દરમિયાન લોખંડનો સળીયો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને અડી ગયો હતો. જેના કારણે સકીનાને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં આઠ દિવસની સારવાર દરમિયાન સકીનાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ઝાડ પરથી બદામ પાડવા જતી 13 વર્ષની દીકરીનું દર્દનાક મોત, દીકરી બદામ પાડતી હતી ત્યારે કંઈક એવું બન્યું કે… પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*