એક ઝડપી વાન અચાનક જ ડિવાઇડર સાથે અથડાયું, ટક્કર એટલી જોરદાર હતી કે વાન હવામાં ઉછળીને…વીડિયો જોઈને તમે જ કહો આ અકસ્માતમાં કોની ભૂલ છે…જુઓ વડીયો

Published on: 1:48 pm, Mon, 24 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી છે. સોશિયલ મીડિયામાં પણ અકસ્માતની ઘટનાના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત ઘણી એવી ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણા પણ રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલમાં વાયરલ થયેલા અકસ્માત ના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વાન ચાલક અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાન બેકાબુ બનીને ડિવાઇડર સાથે અથડાય છે. ડિવાઈડર સાથે અથડાયા બાદ કંઈક એવું થયું કે વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. અકસ્માતના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મોટું વાન અને એક કાર રસ્તા ઉપર પૂરપાટ ઝડપે જઈ રહ્યા છે.

આ દરમિયાન વાનચાલક અચાનક જ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવે છે. ત્યારે વાન કાર તરફ જઈ રહ્યું હોય છે. પરંતુ વાનચાલક યોગ્ય સમયે સ્ટેરીંગ ફેરવી નાખે છે, જેના કારણે વાનકાર સાથે અથડાતું નથી. પરંતુ બેકાબૂ બનેલું વાન ડિવાઇડર સાથે અથડાયને પલટી ખાઈ જાય છે. ડિવાઇડર સાથે અથડાયા બાદ વાન સૌપ્રથમ હવામાં ઉછળીને રોડ પર પટકાય છે.

ટક્કર એટલી જોરદાર હતી કે પલટી ખાઈ ગયા બાદ વાન ચારથી પાંચ રાઉન્ડ ગોળ ફરી જાય છે. વાનમાં ભરેલો તમામ સામાન રસ્તા ઉપર વિખરાઈ જાય છે. આ ઘટના ક્યાં નિયમને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત વાનચાલકને શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો ટ્વીટર પર Vicious Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 13,000 થી પણ વધારે લોકોએ જોયો છે. અકસ્માત નો વાયરલ થયેલો વીડિયો જોઈને તમે જ કહો કે આ અકસ્માત કોની ભૂલના કારણે બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક ઝડપી વાન અચાનક જ ડિવાઇડર સાથે અથડાયું, ટક્કર એટલી જોરદાર હતી કે વાન હવામાં ઉછળીને…વીડિયો જોઈને તમે જ કહો આ અકસ્માતમાં કોની ભૂલ છે…જુઓ વડીયો"

Leave a comment

Your email address will not be published.


*