ટ્રક અને સ્કૂલ વાહન વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 4 બાળકોના કરુણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 4:04 pm, Mon, 22 August 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજરોજ સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના ટ્રક અને સ્કૂલ વાહન વચ્ચે ટક્કર થતા બની હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં 4 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત 11 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના ઉજ્જૈન નજીક નાગદામાં સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં સ્કૂલ વાહનને ટ્રકે સામેથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

એમ્બ્યુલન્સ ન મળવાના કારણે ઇજાગ્રસ્ત થયેલા બાળકોને બસમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણ બાળકોને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે 15 જેટલા બાળકો સ્કૂલ વાહનમાં સવાર હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત મૃતક બાળકોના પરિવારજનોમાં પણ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકોએ ગુમાહાબુમાં કરી હતી. તેથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 13 વર્ષીય ભાવાંશ, 18 વર્ષીય સુમિત, 15 વર્ષીય ઉમા અને 6 વર્ષીય ઈનાયાના નામના બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રક અને સ્કૂલ વાહન વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 4 બાળકોના કરુણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*