બાઈક અને પીકઅપ વચ્ચે સામસામે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક પર સવાર મામા અને ભત્રીજીનું ઘટના સ્થળે દર્દનાક મોત…

Published on: 5:51 pm, Tue, 20 December 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દેશમાં દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સોમવારના રોજ મોદી સાંજે બનેલી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બાઈક અને પીકઅપ વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર મામા અને ભત્રીજીનું કરુણ મોત નિપજ્યું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મામા અને ભત્રીજીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના નરૈના-રૂપનગઢ સ્ટેટ હાઇવે પર મમાના ટોલ પ્લાઝા પાસે બની હતી.

મૃત્યુ પામેલા યુવકનું નામ કલ્યાણ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી જ્યારે મૃત્યુ પામેલી છે ભત્રીજીનું નામ પિંજલ હતું અને તેની ઉંમર 5 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના એક દિવસ પહેલા મૃત્યુ પામેલો કલ્યાણ પોતાની બહેનના ઘરે ગયો હતો અને ત્યાંથી પોતાની ભત્રીજી સાથે પોતાના ગામે આવ્યો હતો.

સોમવારના રોજ સાંજના સમયે તે પોતાની ભત્રીજી સાથે ફરીથી પોતાની બહેનના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર કલ્યાણની બાઈક અને પીકઅપ વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં કલ્યાણ અને તેની 5 વર્ષની ભત્રીજી પિંજલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મામા અને ભત્રીજીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પીકઅપ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક અને પીકઅપ વચ્ચે સામસામે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક પર સવાર મામા અને ભત્રીજીનું ઘટના સ્થળે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*