હે ભગવાન..! વડોદરામાં હોસ્પિટલમાં ડીલેવરી વખતે માં અને જન્મેલા દીકરાનું કરુણ મોત, એક સાથે માં-દીકરાનું મૃત્યુ થતાં આખું પરિવાર હિબકે ચડ્યું…

Published on: 5:26 pm, Tue, 20 December 22

વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતા અને દીકરાનું મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી જડિયા ઓર્થોપેડિક અને મેટરનિટી હોસ્પિટલમાં ડીલેવરી દરમિયાન માતા અને નવજાત બાળકનું મોત થયું હતું. માં અને દીકરાનું એક સાથે મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ત્યારબાદ પરિવારજનો દ્વારા નવજાત બાળકને માતાની બાજુમાં મૂકીને ભારે હૈયા દફનવિધિ કરવામાં આવી હતી. બંનેના મૃત્યુ બાદ પરિવારના લોકોએ હોસ્પિટલના ડોક્ટરો ઉપર આરોપ લગાવ્યો છે કે ડોક્ટરોની નિષ્કાળજીના કારણે માતા અને નવજાત બાળકનું મોત થયું છે. પરિવારના લોકોએ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપીને ન્યાય અપાવવા માટે માંગણી કરી છે.

સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર હોય પોતાના બચાવમાં પોલીસને જણાવ્યું કે, પરિવારના લોકો નોર્મલ ડિલિવરીની જીદ પકડીને બેઠા હતા જેના કારણે માતા અને બાળકનું મોત થયું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં આવેલી ઈ-27 વ્રજભૂમિ સોસાયટીમાં યુવરાજ વાઘેલા નામના વ્યક્તિ રહે છે. તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

તેમની પત્ની અનિતા બીજી વખત ગર્ભવતી બનતા એપ્રિલ 2022 થી જડીયા મેટરનીટી હોસ્પિટલમાં કેસ કઢાવી રૂટિન ચેકઅપ કરાવતા હતા. 13 ડિસેમ્બરના રોજ અચાનક જ અનિતાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં અનિતાની નોર્મલ ડિલિવરી થઈ હતી. આ દરમિયાન બાળકનો શ્વાસ રૂંધાતા ડોક્ટરે તાત્કાલિક સીઝર કરવું પડશે તેવી જાણ અનિતાના પરિવારના લોકોને કરી હતી અને સીઝર કરવાની પરવાનગી માંગી હતી.

પરિવારના લોકોએ પરવાનગી આપી એટલે ડીલેવરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરે જન્મેલા બાળકને મૃત જાહેર કર્યું હતું. આ દરમિયાન માતાની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી. જેની સારવાર ચાલુ હતી અને માતાની તબિયત સારી છે તેવી ડોક્ટરોએ પરિવારજનોને જાણકારી આપી હતી. આ દરમિયાન અનિતાની હાલત નાજુક હતી અને તેને હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવી હતી.

જડિયા હોસ્પિટલના ડોક્ટર હોય નજીકની ફેસીલીટી વાળી હોસ્પિટલમાં માતાને એટલે કે અનિતાને દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેની તબિયત વધુ બગડતા તેને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અનિતા બહેનનું મોત થયું હતું.

ગણતરીની કલાકોમાં જ માતા અને નવજાત બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લોકોએ આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગણી કરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! વડોદરામાં હોસ્પિટલમાં ડીલેવરી વખતે માં અને જન્મેલા દીકરાનું કરુણ મોત, એક સાથે માં-દીકરાનું મૃત્યુ થતાં આખું પરિવાર હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*