શાળાના શિક્ષકે 6 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો – જાણો સમગ્ર ઘટના

Published on: 10:22 am, Thu, 29 September 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં શાળાની હોસ્ટેલમાં રહેતા 6 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર બાળકે હોમવર્ક ન કર્યું હોવાના કારણે શિક્ષકે તેની એટલી ધુલાઈ કરી કે તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલો બાળકો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બુધવારના રોજ શાળાના ગેટની બહાર બેભાન હાલતમાં બાળક મળી આવ્યો હતો. બાળકની આંખો અને મોઢું સોજી ગયું હતું. આટલું જ નહીં પરંતુ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોય તેવું લાગતું હતું. તેનો શાળાનો યુનિફોર્મ પણ ફાટી ગયો હતો. જ્યારે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃત્યુ પામેલો બાળક લીટલ લીડર્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેના ઘરથી શાળા ત્રણ કિલોમીટર દૂર હતી. જેથી પરિવારના લોકોએ બાળકને શાળાની હોસ્પિટલમાં રાખ્યો હતો. બાળકના મૃત્યુના સમાચાર મળ્યા બાદ પરિવારના લોકો શાળા પર પહોંચી આવ્યા હતા અને ભારે ઓબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બુધવારના રોજ સાંજે સ્કૂલના ડાયરેક્ટરની ધરપકડ કરી છે અને 302 હેઠળ જીવ લેવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના બન્યા બાદ શાળાને તાળા મારી દેવામાં આવ્યા અને હોસ્ટેલમાં રહેતા તમામ બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના દાદાએ જણાવ્યું કે, અગાઉ પણ શાળામાં પ્રહારની ફરિયાદ કરી હતી. પરંતુ શાળાના લોકોએ કહ્યું હતું કે હવે આવું નહીં થાય. ત્યારબાદ બધું બરોબર ચાલતું હતું.

સમગ્ર ઘટનાને લઈને બાળકના દાદાએ વધુમાં જણાવ્યું કે, તેમના પૌત્ર વિવેકની શાળાના શિક્ષક વિકાસ સિંહે મન ફાવે તેમ ધુલાઈ કરી હતી. ત્યારબાદ વિવેક શાળાની બહાર કલાકો સુધી બેભાન અવસ્થામાં પડ્યો હતો. દાદાએ કહ્યું કે અમારા ગામનો એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને રસ્તાની બાજુમાં વિવેકને જોયો હતો.

જેથી તે તેને બેભાન અવસ્થામાં ત્યાંથી ઉપાડીને ઘરે લઈને આવ્યો હતો. ત્યારબાદ અમે બેભાન હાલતમાં વિવેકને પોલીસ સ્ટેશન લઈ ગયા. પરંતુ પોલીસે સૌપ્રથમ બાળકની સારવાર કરાવવાનું કહ્યું. પછી વિવેકને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. વિવેકનું મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શાળાના શિક્ષકે 6 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*