સુરતના વેરરોડ વિસ્તારમાં ઘરની નીચે ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક એવું બન્યું કે…ઘટનાનો વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો

Published on: 8:13 pm, Wed, 28 September 22

સુરત શહેરમાં જીવ લેવાની ઘટનાઓ અને ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. સતત આવી ઘટનાઓ વધતા આવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે સુરતના વેડરોડ વિસ્તારમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.

જેમાં 3 લુખ્ખા તત્વો આવીને સોસાયટીમાં ઉભેલા એક વ્યક્તિ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને વ્યક્તિનો જીવ લેવાનો પ્રયાસ કરે છે. આ ઘટના સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી વિજયનગર-2 ખાતે બની હતી. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઈક પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે એક અજાણ્યો યુવક ત્યાં પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈને પહોંચે છે અને અચાનક જ પાછળથી બાઈક પાસે ઉભેલા વ્યક્તિના પગના અને શરીરના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે.

આ અજાણ્યા યુવકની સાથે અન્ય બે યુવકો પણ હોય છે. ત્યારબાદ તમામ ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ચોક બજાર પોલીસે ફરિયાદ નોંધણીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓ ની શોધ કોણે શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સુરત વેર રોડ વિસ્તારમાં આવેલ વિજયનગર-2 સોસાયટીમાં પિયુષભાઈ ડાભી નામના વ્યક્તિ પોતાના ઘરની નીચે ઉભા હતા. ત્યારે 3 અજાણ્યા યુવકો ત્યાં પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈને પહોંચે છે.

જેમાંથી એક યુવક ધારદાર વસ્તુ વડે પિયુષભાઈ પર પ્રહાર કરે છે અને ઘટના સ્થળેથી રફુ ચક્કર થઈ જાય છે. આ ઘટનામાં પિયુષભાઈના પગના ભાગે ગંભીર હિસાબ પહોંચી છે. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને ચોક બજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પિયુષભાઈ પર કયા કારણોસર પ્રહાર કરવામાં આવ્યા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના વેરરોડ વિસ્તારમાં ઘરની નીચે ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક એવું બન્યું કે…ઘટનાનો વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો"

Leave a comment

Your email address will not be published.


*