વિદ્યાર્થીઓને લઈને જતી રીક્ષાને ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, 2 વિદ્યાર્થીઓ સહિત ત્રણના મૃત્યુ…7 વિદ્યાર્થીનીઓ અને 8 મજૂરો ઇજાગ્રસ્ત…

Published on: 12:07 pm, Wed, 24 August 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક ટ્રકે વિદ્યાર્થીનીઓથી ભરેલી રીક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર બે વિદ્યાર્થીનીઓ અને રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ નીપજો છે.

આ ઉપરાંત ટ્રકમાં સવાર 8 મજૂરો અને રીક્ષામાં સવાર 7 વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ ઈન્દોર-ઈચ્છપુર હાઇવે પર વિવેકાનંદ કોલેજ પાસે બની હતી. અકસ્માતની ઘટના બની આબાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતના પગલે ઘટના સ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. જેના કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર બુરહાનપુરથી કોલેજ તરફ આવી રહેલી ઓટોમાં 9 વિદ્યાર્થીનીઓ બેઠી હતી. એક આઇસર ટ્રકે રિક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 2 વિદ્યાર્થીનીઓ અને રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત 7 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થાય છે અને ટ્રકમાં સવાર 8 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ આ ઘટનાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

આ ઘટનામાં 40 વર્ષીય ઓટો ચાલક દિનેશ, 19 વર્ષે પૂજા અને 19 વર્ષીય વિધા નામની વિદ્યાર્થીનીઓના મૃત્યુ નીપજ્યા છે. આ સમગ્ર ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિદ્યાર્થીઓને લઈને જતી રીક્ષાને ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, 2 વિદ્યાર્થીઓ સહિત ત્રણના મૃત્યુ…7 વિદ્યાર્થીનીઓ અને 8 મજૂરો ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*