શું એડવોકેટ મેહુલ બોઘરા રાજકારણમાં પ્રવેશશે…? રાજકારણમાં જોડાવા અંગે એડવોકેટ મેહુલ બોઘરાનું મહત્વનું નિવેદન…! મેહુલ બોઘરાએ કહ્યું કે…

Published on: 11:35 am, Wed, 24 August 22

સુરતમાં ગત 18 જુલાઈના રોજ એડવોકેટ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો એડવોકેટ મેહુલ બોધરાના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહી છે.

આ ઉપરાંત આજ રોજ સુરતના તમામ વકીલો એડવોકેટ મેહુલ બોધરાના સમર્થનમાં રેલી પણ કાઢવાના છે. તો ચાલો જાણીએ એડવોકેટ મેહુલ બોઘરાએ રાજકારણમાં જોડાવા અંગે શું કહ્યું? એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકા છે. મને ખોટું બોલતા આવડતું નથી.

રાજકારણી તો બનવું છે પણ આવો નથી બનવાનો જે હાલમાં લોકો હોય છે. તેમને વધુમાં કહ્યું કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને માત્ર બોલ બચ્ચન કરવા છે. એવા બધા રાજકારણમાં આવીને બેઠા છે. તો મારામાં તો જુસ્સો છે, દેશ માટે કરવાની ભાવના છે, રાષ્ટ્રીયપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ન આવું? મેહુલ બોઘરાએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં જે ઇલેક્શન આવવાનો છે તેના માટે હાલમાં મારી કોઈ તૈયારી નથી.

મેહુલ બોઘરા કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હાલમાં તેઓએ કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી. જ્યારે લોકો ચાહતા હશે ત્યારે એડવોકેટ મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે. મેહુલ બોઘરાએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીમાં જોડવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી.

તમામ પાર્ટીઓને પોલિટિકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાટીઓ જ છે એવું નથી, અલગ પાર્ટી પણ બને, અપક્ષ માંથી પણ લડાઈ, પરંતુ લોકો ચાહતા હશે ત્યારે મેહુલ બોઘરા આગળ વધશે. 

આજરોજ અઢી વાગે સુરતના તમામ વકીલો કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી મેહુલ બોધરાના સમર્થનમાં રેલી કાઢશે. એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહાર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. લગભગ 37 જેટલા TRB જવાનોને ડિસમિસ કરાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું એડવોકેટ મેહુલ બોઘરા રાજકારણમાં પ્રવેશશે…? રાજકારણમાં જોડાવા અંગે એડવોકેટ મેહુલ બોઘરાનું મહત્વનું નિવેદન…! મેહુલ બોઘરાએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*