સુરતમાં પૂર્વ નગર સેવકના ભાઈએ કેળાની લારી ચલાવતા દિવ્યાંગ યુવકને જાહેરમાં દંડા ફટકાર્યા…જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 12:42 pm, Wed, 24 August 22

સુરતમાં થોડાક દિવસ પહેલા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર થયા હતા. આ ઘટનાના તો હજુ થોડા દિવસો થયા છે. ત્યાં સુરતના ડીંડોલીમાં કેળા વેચતા દિવ્યાંગ યુવક સાથે પૂર્વ નગરસેવકના ભાઈ એવી હરકત કરી છે કે વીડિયો જોઈને તમારો પણ બાટલો હલી જશે.

પૂર્વ નગરસેવકના ભાઈએ કેળા વેચતા દિવ્યાંગ યુવક પર ડંડા વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ ડીંડોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓમ નગર ખાતાના જાહેર રસ્તા પર એક દિવ્યાંગ યુવક લારી લઇને કેળા વેચી રહ્યો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં દંડો લઈને ત્યાં આવી પહોંચ્યા હતા.

ત્યારબાદ કૃપાશંકર દિવ્યાંગ કેળાની લારી ચલાવનાર યુવકને ત્યાંથી દૂર જવાનું કહે છે અને અચાનક જ કૃપાશંકર દંડા વડે દિવ્યાંગ યુવક પર પ્રહાર કરે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં આસપાસ ઉભેલા લોકોએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ડીંડોલી પોલીસે ગુનો નોંધીને આગળ લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયો જોઈને તમે જ કહો કે આની સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પૂર્વ નગર સેવકના ભાઈએ કેળાની લારી ચલાવતા દિવ્યાંગ યુવકને જાહેરમાં દંડા ફટકાર્યા…જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*