44 વર્ષ પહેલાના ગોદરેજ કંપનીના ફ્રીજના બિલનો ફોટો થયો વાયરલ… ત્યારે માત્ર આટલા રૂપિયામાં મળતું ફ્રીજ… જુઓ ફોટો…

Published on: 11:39 am, Fri, 15 December 23

મિત્રો તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત જુના જમાનાની વસ્તુઓના ફોટા જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ ફોટો 44 વર્ષ પહેલાના એક બિલનો છે.

fridge

44 વર્ષ પહેલા એક વ્યક્તિએ ગોદરેજ કંપનીનું ફ્રીજ ખરીદ્યું હતું, તેનું આ બિલ છે. તે સમયે માત્ર આટલા રૂપિયામાં જ મળતું ફ્રીજ. મિત્રો તમને જણાવી દઈએ કે આ ફ્રીજનું બિલ 1978નું છે. 44 વર્ષ પહેલાંનું આ ફ્રીજ તો હવે માર્કેટમાં મળતું પણ બંધ થઈ ગયું છે.

એક વ્યક્તિએ ગોદરેજ કંપનીનું 165 લીટરનું ફ્રીજ લીધેલું છે. તેને આ ફ્રીજ માત્ર 2550 રૂપિયામાં લીધું હતું. આ ફ્રીજ 1978 માં મે મહિનાની પહેલી તારીખે ખરીદવામાં આવ્યું હતું. ફ્રીજની સાથે ગેરેન્ટી કાર્ડ પણ છે.

તે સમયમાં ગોદરેજ કંપની ફ્રીજ સાથે એક વર્ષની ગેરંટી આપતું હતું. ફ્રિજના બિલમાં તમે જોઈ શકો છો કે, 992 રૂપિયા એકસાઇડ ડયુટી પણ લગાડવામાં આવી છે. આ ઉપરાંત 10% લેખે 354 રૂપિયાનો ટેક્સ લગાડવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલું આ બિલ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો આ જૂનું બિલ જોઈને ખૂબ જ ચોકી ઉઠ્યા છે. આ ઉપરાંત આ બિલ જોઈને ઘણા લોકોને તો પોતાની બાળપણની યાદો આવી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "44 વર્ષ પહેલાના ગોદરેજ કંપનીના ફ્રીજના બિલનો ફોટો થયો વાયરલ… ત્યારે માત્ર આટલા રૂપિયામાં મળતું ફ્રીજ… જુઓ ફોટો…"

Leave a comment

Your email address will not be published.


*