લગ્ન બાદ ખજૂરભાઈને તેમના ધર્મ પત્ની મીનાક્ષી દવેએ એવી વાત કરી નાખી કે… વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કરશો…

Published on: 11:04 am, Fri, 15 December 23

મિત્રો ગરીબોના મસિયા અને લોકલાડીલા એવા ખજૂરભાઈને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. ખજૂરભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. હજુ થોડાક દિવસ પહેલા જ ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે.

જેના કેટલાક ફોટા અને વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ખજૂરભાઈના લગ્ન પછીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે ઘણા લોકોને જોયા હશે જેવો લગ્ન બાદ તરત જ હનીમૂન પર જતા હોય છે.

પરંતુ ખજૂરભાઈ લગ્નબાદ બહાર ફરવા જવાને બદલે પોતાના અધુરા પડેલા સેવાકીય કામને પૂરા કરવામાં લાગી ગયા હતા. લગ્ન બાદ ખજૂરભાઈ મીડિયા સાથે વાતચીત કરવા એક સુંદર વાત કીધી કે, મેં મારી ઘરવાળીને પૂછ્યું કે આપણે કાંઈક બહાર ફરવા જવું હોય તો તું મને કહેજે.

પરંતુ મારી પત્ની એટલી સમજની છે કે તેને મને કહ્યું કે તમે પહેલા જે ઘર બાકી છે તે બનાવી નાખો અને ત્યારબાદ તમને સમય મળશે તો આપણે ફરવા જઈશું. વધુમાં ખજૂર ભાઈએ કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવી ખૂબ જ જરૂરી છે. લગ્નના કારણે ઘણા આદિવાસી વિસ્તારોમાં હજુ ઘર બનાવવાના બાકી છે. એટલે આવનારા ટાઈમમાં જે પણ કામ બાકી છે તે પૂરું કરશો.

હાલમાં તો ખજૂરભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો ખજૂર ભાઈ અને તેમના ધર્મ પત્નીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર gujarati_samchar નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "લગ્ન બાદ ખજૂરભાઈને તેમના ધર્મ પત્ની મીનાક્ષી દવેએ એવી વાત કરી નાખી કે… વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*