ડાકોર મંદિરની બહાર એક વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવ્યો, પછી ત્યાં હાજર પોલીસે કંઈક એવું કામ કર્યું કે… વીડિયો જોઈને પોલીસના વખાણ કરતા નહીં થાકો…

Published on: 6:19 pm, Mon, 17 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલ રાજ્યમાં હાર્ટ એટેક ના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. હાર્ટ અટેક ના કારણે નાની ઉંમરના યુવાનોના મોત પણ થયા છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં આવી હતી.

જે CPR ની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે. ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવી લીધું છે. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યો હતો.

જેને ત્યાં હાજર પી.એસ.આઇ અને હેડ કોન્સ્ટેબલે CPR આપ્યું હતું, પ્રાથમિક સારવારરૂપે CPR આપતા વ્યક્તિ અચાનક જ ભાનમાં આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોતાની આસપાસ કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેક આવે અને આપણે CPR તાલીમ લીધેલી હોય તો તે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ.

અવારનવાર આપણે જોયા પણ છે કે ઘણા વ્યક્તિઓ હાર્ટ એટેક ના કારણે ઢળી પડે છે. ડોક્ટર કહેતા હોય છે જો આ ભાઈને યોગ્ય સમયે CPR આપવામાં આવ્યું હોય તો તે બચી શક્યો હોત. આવા કિસ્સામાં CPR તાલીમ દેવદૂત સમાન સાબિત થાય છે, આ તાલીમ ગુજરાતના મોટાભાગના કર્મચારીઓને આપવામાં આવે છે. જે અત્યારે દેવદૂત સમાન બની રહી છે અને જેના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડાકોર મંદિરની બહાર એક વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવ્યો, પછી ત્યાં હાજર પોલીસે કંઈક એવું કામ કર્યું કે… વીડિયો જોઈને પોલીસના વખાણ કરતા નહીં થાકો…"

Leave a comment

Your email address will not be published.


*