લોન રિકવરી એજન્ટ ખેડૂતની ગર્ભવતી દીકરી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધી, ગર્ભવતી દીકરીનું ઘટના સ્થળે મૃત્યુ… જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 10:58 am, Sun, 18 September 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ ખેડૂતની ગર્ભવતી દીકરીને જાણી જોઈને ટ્રેક્ટરથી કચડી નાખી હતી. આ કારણસર ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે મૃત્યુનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ચારેય બાજુમાં છવાઈ ગયો હતો અને ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે 4 લોકો સામે જીવ લેવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ઝારખંડના હજીરાબાગ જિલ્લાના મુખ્યાલયથી લગભગ 100 કિલોમીટર દૂર સિજુઆ ગામમાં લોન વસૂલી કરવા ગયેલા એજેન્ટે ખેડૂતની ગર્ભવતી દીકરી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતું.

જેના કારણે મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિન્દ્રા ફાઇનાન્સ કંપનીના 4 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાના ચારે આરોપીઓ હાલમાં ફરાર છે, પોલીસ તેને શોધવાની કામગીરી કરી રહે છે.

હજીરીબાગના સીજુઆ ગામના રહેવાસી દિવ્યાંગ ખેડૂત મિથીલેશ પ્રસાદ મહેતાએ મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી વર્ષ 2018માં ટ્રેક્ટર ફાઇનાન્સ કરાવ્યું હતું. અંદાજે સાડા પાંચ લાખના ટ્રેક્ટરના હપ્તા સતત ભરી રહ્યા હતા. 1,20,000 ના માત્ર છ આપતા બાકી હતા. પૈસાની અછત હોવાના કારણે તેમને આ હપ્તા ભરવામાં લેટ થઈ ગયું હતું. ફાઇનાન્સ કંપનીએ જણાવ્યું કે હવે તમારી લોન વધીને 1 લાખ 30 હજાર રૂપિયા થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ આવ્યા હતા અને લોનની રકમ સાથે 12 હજાર રૂપિયા વધુ માંગી રહ્યા હતા. પરંતુ ખેડૂતે રૂપિયા ન આપતા તેઓ પરત જતા રહ્યા હતા. ગુરૂવારના રોજ લગભગ 11:30 વાગ્યાની આસપાસ કર્મચારીઓ પાછા આવ્યા હતા અને ખેડૂતનું ટ્રેક્ટર બળજબરીપૂર્વક તેની પાસેથી લઈ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ખેડૂત પરિવાર ટ્રેક્ટર ની સામે ઉભો રહી ગયો હતો અને લોન ની રકમ ભરવાની વાત કરી હતી. ત્યારે રિકવરી એજન્ટ 12000 રૂપિયા વધુ આપવાનું કહ્યું હતું. પરંતુ ખેડૂત પરિવારે આ રૂપિયા આપવાની મનાઈ કરી હતી. ત્યારબાદ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ ખેડૂત પરિવારને કહ્યું સામેથી હટી જાવ નહિતર ટ્રેક્ટર માથે ચઢાવી દઈશ.

ત્યાર પછી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મળીને ખેડૂતની ગર્ભવતી દીકરી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેના કારણે ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પછી આરોપીઓ ઘટના સ્થળેથી ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી વાર્તા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના ચારેય આરોપીઓ હજુ ફરાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લોન રિકવરી એજન્ટ ખેડૂતની ગર્ભવતી દીકરી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધી, ગર્ભવતી દીકરીનું ઘટના સ્થળે મૃત્યુ… જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*