ભાવનગરમાં રસ્તાની વચ્ચોવચ એક પતિ પોતાની પત્ની ઉપર તૂટી પડ્યો, બધાની નજર સામે પત્નીનો જીવ લઈ લીધો…જાણો શા માટે આ પગલું ભર્યું…

Published on: 3:21 pm, Sat, 29 October 22

ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પતિ પોતાની પત્નીનો જીવ લઈ લેતો હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના રૂપાણી નજીક આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા ઉપર રાત્રે એક પતિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી આ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું. ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં જીવ લેવાના બે બનાવો બધા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના રૂપાણી નજીક રહેતા 50 વર્ષીય છાયાબેન રાજુભાઈ રાઠોડ નામની મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિ રાજુભાઈ રામસંગભાઈ રાઠોડે લીધો હતો. મળતી માહિતી અનુસાર રાજુભાઈ રસ્તાની વચ્ચોવચ ધારદાર વસ્તુ વડે પોતાની જ પત્ની છાયાબેન ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં છાયાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

રસ્તાની વચ્ચોવચ જ આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પતિ રાજુભાઈ ને પોતાની પત્ની છાયાબેન ઉપર બીજા સાથે આડા સંબંધ બાંધ્યા હોવાની શંકા હતી.

આડા સંબંધોની શંકાના આધારે રાજુભાઈ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નેહાબેન કુલદીપભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં રસ્તાની વચ્ચોવચ એક પતિ પોતાની પત્ની ઉપર તૂટી પડ્યો, બધાની નજર સામે પત્નીનો જીવ લઈ લીધો…જાણો શા માટે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*