લગ્નના થોડાક દિવસ બાદ ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે એક યુવકનું મૃત્યુ, આખું પરિવાર હિબકે ચડયું…

Published on: 5:40 pm, Mon, 17 January 22

ઉતરાયણના દિવસે બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પતંગની દોરી ના કારણે આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના લગ્ન હજુ થોડાક દિવસો પહેલા જ થયા હતા અને આ અકસ્માતમાં યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક ઉત્તરાયણના દિવસે બાઈક પર પોતાના સાસરે જઈ રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર યુવક પોતાની પત્ની સાથે બાઈક પર તેના સાસરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના બને છે. મળતી માહિતી અનુસાર જ્યારે જયંત પરી બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે.

ત્યારે અચાનક જ પતંગની દોરી જયંતના ગળામાં ફસાઈ જાય છે. જેના કારણે જયંતને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે. આ ઘટના બની ત્યારે જયંત અને તેની પત્ની બંને રોડ પર નીચે પડી ગયા હતા.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તે લોકોએ જયંતને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા જયંતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની જાણ જયંતના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા જયંતના લગ્ન થોડાક દિવસ પહેલા જ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના થોડાક દિવસ બાદ ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે એક યુવકનું મૃત્યુ, આખું પરિવાર હિબકે ચડયું…"

Leave a comment

Your email address will not be published.


*