મિત્રને મળવા જતાં એક યુવાનને રસ્તામાં એક અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવાનનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 5:05 pm, Mon, 17 January 22

હાલમાં વડોદરામાં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મિત્રને મળવા જતા યુવાનને પતંગ નો દોરો વચ્ચે આવે ને અને ઈજાગ્રસ્ત થવાની ચિંતા માં ચાલી રહેલા 27 વર્ષના એક યુવાનને બે અજાણ્યા વાહનચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન આજવા રોડ પર ઓમ રેસીડેન્સીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન લગભગ સાંજના 7.30 વાગ્યાની આસપાસ પોતાના પોતાના મિત્રને મળવા માટે ઘરની પાસે આવેલા એલએન્ડટી નોલેજ સિટી જવા નીકળ્યો ત્યારે મૃત્યુ પામેલા યુવાનના પિતાએ તેને બાઇક લઇ જવાની સલાહ આપી હતી.

પરંતુ પતંગનો દોરો વચ્ચે આવવાથી અકસ્માત થાય તેથી તેને ચાલીને જવાનું યોગ્ય સમજ્યું હતું. જ્યારે મૃત્યુ પામેલો યુવાન જય ઠક્કર રોડ ક્રોસ કરી રહ્યું હોય છે. ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે તેને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયેલા ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જયના મૃત્યુની પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રને મળવા જતાં એક યુવાનને રસ્તામાં એક અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવાનનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*