લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પર ચાલકે બાઈક પર જતા એક જ ગામના બે યુવાનોને કચડી નાખ્યા, બંનેના કરુણ મૃત્યુ… એક સાથે બે અર્થી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું…

Published on: 4:51 pm, Wed, 7 September 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે લીંબડી-સાયલા હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે યુવાનોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ગઈકાલે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

ત્યારે આજરોજ ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં બે યુવાનોના મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના લીંબડી સાયલા હાઇવે પર મઢાદ ગામના પાટીયા પાસે ગદ રાત્રે બની હતી. પુરપાટ ઝડપે જતા ડમ્પરે બાઈક પર સવાર બે યુવકોને કચડી નાખ્યા હતા.

આ ઘટનામાં બંને યુવકોના ઘટના સ્થળે કરવાનુ મૃત્યુ નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ વહેલી સવારે લીંબડી હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એમ લીંબડી હાઇવે પર એક જ દિવસમાં બનેલી બે અકસ્માતની ઘટનામાં પાંચ લોકોએ પોતાના હજી ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અરવિંદ ગોપાલભાઈ કડોસણા અને રવિ મહિપતભાઈ કડોસણાનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મહિપતભાઈ બાબુભાઈ કડોસણા આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એક જ સાથે એક જ ગામના બે યુવાનોના મૃત્યુ થતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયું હતું.

લીબડી હાઇવે પર સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને ડમ્પર ચાલકો હવે બેફામ બનીને ડમ્પર ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પર ચાલકે બાઈક પર જતા એક જ ગામના બે યુવાનોને કચડી નાખ્યા, બંનેના કરુણ મૃત્યુ… એક સાથે બે અર્થી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*