સુરતના આ પટેલે બિલ્ડરે પોતાના ભાગીદારોથી કંટાળીને, પોતાની જ કન્સ્ટ્રક્શન સાઈડ પર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધો…

Published on: 5:38 pm, Wed, 7 September 22

સુરતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં પણ તેવી જ એક ઘટના સામે આવી છે. સુરતના પાલ ગૌરવ પથ-પાલનપુર વિસ્તારમાં નિર્માણાધીન કલ્યાણ રેસીડેન્સી વાળી જમીનના માલિકે સાથેના આર્થિક વિવાદોથી કંટાળીને બિલ્ડર અનિલ પટેલે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. છેલ્લા કેટલા સમયથી સતત માનસિક તણાવમાં રહેતા બિલ્ડર અનિલ પટેલે ઝેરી દવા પીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું.

બીજી તરફ પરિવારને જમીન માલિક સાથેના વિવાદ અંગેના ઉલ્લેખ વાળી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સમગ્ર ઘટના ને લઈને પરિવારના લોકોએ પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ આપી નથી. તેથી પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક વેસ્ટન સેવન સીઝ બંગલોમાં બિલ્ડર અનિલ પટેલ રહે છે.

મંગળવારના રોજ સાંજે આઠ વાગી ગયા પરંતુ અનિલ પટેલ ઘરે પહોંચ્યા ન હતા. આટલું જ નહીં પરંતુ અનિલ પટેલનો ફોન પણ બંધ આવતો હતો. આ કારણોસર પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન પરિવારના લોકોને પાલ ગૌરવ પથ રોડ પર તેમની કન્સ્ટ્રક્શન સાઇડના પાર્કિંગમાંથી અનિલ પટેલ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ત્યારબાદ પરિવારના લોકો તાત્કાલિક અનિલ પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અનિલ પટેલને મૃત જાહેર કર્યા હતા. અનિલ પટેલના મૃત્યુના સમાચાર સાંભળીને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ આવી પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના લોકોને અનિલભાઈના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. અનિલ પટેલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જતીન નામનો વ્યક્તિ તેને ત્રણ મહિનાથી માનસિક રીતે ત્રાસ આપી રહ્યો છે. આ ઉપરાંત શંકરકાકા નામના વ્યક્તિ પણ આ રીતનું વર્તન કરી રહ્યા છે. હવે મારાથી સહન થતું નથી. હું કોઈ કસ્ટમર કે વેપારીને જવાબ નથી આપી શકતો, મારે આ લોકોને દરરોજ નવા નવા બાના બતાવવા પડે છે.

અનિલ પટેલે સુસાઇડ નોટમાં લખ્યું કે, મારા મૃત્યુના પાછળનું કારણ શંકર કાકા, જતીન અને ગણપત કાકા છે. આ લોકોએ મને આ પગલું ભરવા માટે મજબૂર કરી દીધો. મેં જો કાંઈ કર્યું કંપની માટે જ, મેં સસ્તા પ્લેટ વેચ્યા અને કંપની માટે જે વ્યાજે લીધા હતા. એમાં મારો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હતો. કોઈ મારી વાત સમજવા માટે તૈયાર ન હતું તેથી જ છેવટે હું આ પગલું ભરું છું.

હોસ્પિટલમાં એકઠા થયેલા લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, નિમાણાધીન કલ્યાણ રેસીડેન્સી વાળી જમીનના માલિક શંકર પટેલ, જતી ને પટેલ અને અનિલ પટેલ વચ્ચે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આર્થિક બાબતમાં વિવાદો ચાલી રહ્યા હતા. જેમાં માનસિક રીતે તળાવમાં રહેતા અનિલ પટેલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના આ પટેલે બિલ્ડરે પોતાના ભાગીદારોથી કંટાળીને, પોતાની જ કન્સ્ટ્રક્શન સાઈડ પર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધો…"

Leave a comment

Your email address will not be published.


*