રાત્રે ઘરમાં સુતેલા ભાઈ-બહેનને સાપ કરડી ગયો, બંનેના એકસાથે કરુણ મૃત્યુ…પરિવાર ઉપર કઠણાઈ આવી પડી…

Published on: 6:23 pm, Wed, 7 September 22

મિત્રો ઘણી વખત અમુક પરિવારમાં એવી ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે હસતા ખેલતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળી જતું હોય છે. ત્યારે આજે આપણે બંદુ જિલ્લાના તલેદા પોલીસ સ્ટેશન વિસ્તારના જમીતપુરા ગામમાં બની છે. અહીં સાપ કરડવાના કારણે ભાઈ અને બહેનનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મંગળવારના રોજ 12:30 વાગ્યાની આસપાસ બંને ભાઈ-બહેન ઘરમાં સુતા હતા.

આ દરમિયાન કાળ બનેલો સાપ ત્યાં આવી પહોંચે છે અને બંને ભાઈ બહેનને ડંખ લગાવી છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારના લોકો બંનેને સારવાર માટે તાત્કાલિક તલેડા હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં તે બંનેની હાલત નાજુક હોય છે તેથી તેમને વધુ સારવાર માટે કોટા રીફર કરવામાં આવ્યા હતા.

અહીં સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. ભાઈ બહેનના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકોના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. આ દર્દનાક ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બુધવારના રોજ સવારે બંનેના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનામાં જમીનપુરા ગામમાં રહેતા સુરજમલ નામના વ્યક્તિની 18 વર્ષીય દીકરી લાજવતી અને 13 વર્ષીય દીકરા શિવચરણનું આ ઘટનામાં મૃત્યુ નીપજયો છે. ઘટના બની તે દિવસે બંને મોડી રાત્રે ઘરમાં સુતા હતા.

આ દરમિયાન ખેતરમાંથી આવતા એક સાપે બંનેને ડંખ માર્યો હતો. ત્યારબાદ બંને ભાઈ બહેનોએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને પરિવારના લોકો ઊભા થઈને બંનેની પાસે પહોંચી આવ્યા હતા. આ દરમિયાન પરિવારના લોકોને રૂમમાં એક કાળા કલરનો સાપ દેખાયો હતો. ત્યાર પછી પરિવારના લોકો ભાઈ બહેનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

તેમની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે કોટા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંને ભાઈ બહેનનું મૃત્યુ થયું હતું. ભાઈ બહેનના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. એક જ દિવસે એક સાથે ભાઈ બહેનની અર્થી ઉઠતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખમાં આંસુ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે ઘરમાં સુતેલા ભાઈ-બહેનને સાપ કરડી ગયો, બંનેના એકસાથે કરુણ મૃત્યુ…પરિવાર ઉપર કઠણાઈ આવી પડી…"

Leave a comment

Your email address will not be published.


*