આગ્રામાં એક ઘરમાં ચાલી રહી હતી ડીજે પાર્ટી, અચાનક થયું એવું કે 2 લોકોના મૃત્યુ અને 15 થી વધુ ઈજાગ્રસ્ત…

Published on: 1:08 pm, Tue, 24 August 21

આજકાલ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના આગ્રાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સોમવારે મોડી રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ તાજગંજ વિસ્તારમાં ધાંધલપુર આમાં એક મકાનની અચાનક પડી ગઈ હતી.

આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાં બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી તેના કારણે આ સમગ્ર ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 15થી પણ વધુ લોકોને ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ આસપાસના લોકોએ કહ્યું કે આ મકાન આશરે 30 વર્ષ જૂનું છે.

આ મકાન એક વર્ષ પહેલા જ સોનું વર્મા નામના વ્યક્તિએ ખરીદ્યું હતું. ઉપરાંત મકાનમાં રિનોવેશનનું કામ ચાલુ હતું. ત્યારે સોમવારના રોજ મકાનના બીજા માળે બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. બર્થ ડે માં આશરે 40 થી 50 લોકો હાજર હતા.

બર્થ ડે પાર્ટીમાં મોટા અવાજથી ડીજે વાગી રહ્યા હતા અને પાર્ટીમાં આવેલા તમામ લોકો ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ બીજો ફ્લોર નીચે પડી ગયો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ એમ કહેવામાં આવે છે કે મોટા અવાજે ડીજે વાગી રહ્યું હતું તેના કારણે જૂના મકાનની છત નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને 15 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આગ્રામાં એક ઘરમાં ચાલી રહી હતી ડીજે પાર્ટી, અચાનક થયું એવું કે 2 લોકોના મૃત્યુ અને 15 થી વધુ ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*