વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર આંદોલન ને લઈને આવ્યા મહત્વના સમાચાર, SPG ના પ્રમુખ લાલજી પટેલ ના આ નિવેદન થી સરકારનું વધશે ટૅન્શન

Published on: 6:00 pm, Tue, 24 August 21

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ કરી પાટીદાર આંદોલન સક્રિય થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ SPG ના પ્રમુખ લાલજીભાઈ પટેલ ચૂંટણી પહેલા આંદોલનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે આ વખતે ભૂતકાળની ભૂલોને ફરી દોહરાવવામાં આવશે નહીં, આ ઉપરાંત આ વખતે પાટીદાર આંદોલનમાં કોઈ ચહેરો આંદોલનનું નેતૃત્વ નહીં કરે.

કારણ કે પાટીદાર આંદોલન બાદ અનેક નેતાઓ માં ખાડા પડી ગયા છે. આંદોલન સાથે જોડાયેલા નેતાઓ જુદી જુદી રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.

પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે સંકેતો SPG એ આપ્યા છે. ઉપરાંત લાલજી પટેલે કહ્યું કે પુજ કમિશનનો રિપોર્ટ જનતા સમક્ષ મૂકવો જોઈએ. આ ઉપરાંત પોલીસના દમનમાં 14 પાટીદાર યુવકોના મૃત્યુ થયા હતા.

જેને લઇને લાલજી પટેલ દ્વારા 26 ઓગસ્ટના રોજ મૃત્યુ પામેલા યુવકને શ્રદ્ધાંજલિ આપવાની અપીલ કરી છે. આ ઉપરાંત લાલજી પટેલે કહ્યું કે પાટીદાર સમાજના પડતર પ્રશ્નો અંગે સરકારને રજૂઆત કરશું અને એક સાથે મળીને આગળનો આંદોલન કરીશું.

આ ઉપરાંત તેમને કહ્યું કે આગળનું પાટીદાર આંદોલન કોઈ ચહેરો બનાવ્યા વગર કરવામાં આવશે. તેમજ ઘરે ઘરે જઈને સમાજને રાજકીય પાર્ટીઓની ભૂમિકા અંગે જાગૃત કરીશું. અને રાજકીય પાર્ટી પાટીદારોને સહયોગ નહીં કરે અને તેમનો બહિષ્કાર કરશે એવા પ્રયત્નો કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!