નાગના મૃત્યુનો બદલો લીધો નાગણે : બાપ ની છત્રછાયા ગુમાવનાર 3 સંતાનો એ માતાની છત્રછાયા પણ ગુમાવી…

Published on: 11:53 am, Tue, 24 August 21

હાલમાં દુનિયા ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહી છે. જ્યારે અત્યારે પણ કેટલાક એવા લોકો છે જે અંધશ્રદ્ધામાં માનતા હોય છે. પરંતુ હાલમાં ગાંધીનગરના દહેગામ નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર કિસ્સો એવો છે કે દહેગામના મુવાડી ગામમાં એક નાગણે નાગ ના મૃત્યુનો બદલો લીધો છે.

તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 10 જૂની છે. જેમાં ગલાજી ની મુવાડી ગામમાં રહેતા સુરેખાબેન લગભગ સવારના છ વાગ્યાની આસપાસ પોતાના ઘરની બાજુમાં લાકડા ભેગા કરી રહ્યા હતા.

ત્યારે અચાનક સુરેખાબેન ને એક સાપે ડંખ લગાવ્યો હતો. તે માટે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે સુરેખાબેન ને મૃત જાહેર કર્યા હતા. ઉપરાંત ગામના લોકો સાપ ની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ સાપ દેખાયો ન હતો.

મૃત્યુ પામેલા સુરેખાબેન ની સાત વર્ષની દીકરી અનુ જ્યારે પોતાની ઘરની બહાર રમી રહી હતી ત્યારે તેને પણ સાપે ડંખ લગાવ્યો હતો. તેની તબિયત બગડતાં તેને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ત્રણ દિવસ પહેલા એક નાગને દુનિયાથી અલવિદા કરી નાખ્યો હતો. એના બદલા રૂપે નાગણે આ કરી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!