એક હીરા વેપારી તેમના કામદારોને નોકરીમાંથી કાઢવાની ધમકી આપે છે અને સી.આર.પાટીલ એ વેપારીનું સન્માન કરે છે: ઈસુદાન ગઢવી

Published on: 7:28 pm, Wed, 28 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને સંબોધતા કહ્યું કે, હસ્ત ભાજપના કારણે મોંઘવારીમાં માંડ માંડ લોકો પોતાનું ઘર ચલાવી રહ્યા છે. ત્યારે એક હીરાના વેપારી તેમના કામદારોની નોકરીમાંથી કાઢવાની ધમકી આપી રહ્યા છે અને એનાથી પણ દુઃખની વાત એ છે કે, 27 વર્ષથી શાસન કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ વેપારીનું સન્માન કરે છે.

આ જોઈને ગુજરાતના વંચિત, શોષિત અને કામદાર વર્ગોમાં એક નિરાશા ફેલાય છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં લોકતંત્રએ આપણને આઝાદી આપે છે કે કોને મત આપવો, કોની વિચારધારાને અપનાવી અને એ પણ આઝાદી આપે છે કે કોઈ કોઈના પર બળજબરી ન કરી શકે. અને બીજી બાજુ આ એક હીરાના વેપારી પોતાના કામદારોને એમ કહે છે કે, જો અરવિંદ કેજરીવાલ નો વિડીયો મૂકશો કે તેમની મદદ કરશો તો હું તમને નોકરીમાંથી કાઢી મુકીશ અને આ નોકરીમાંથી કાઢવાની વાત આવી એટલા માટે સી આર પટેલને મજા આવી.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટ ભાજપ સરકારી નોકરીઓ આપી નથી શકતી, સરકારી પેપર લઈ નથી શકતી, પ્રાઇવેટ નોકરી પણ આપવી નથી અને અને લોકો માંડ માં નોકરી કરી રહ્યા છે. તેમને એમની નોકરી માંથી કાઢી નાખવાની ધમકીઓ આપી છે. આવા લોકોનું ભાજપના પ્રદેશ પ્રમુખ સન્માન કરે છે, આ બાબતે હું ખૂબ જ દુઃખી છું. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે સી આર પાટીલની ગુજરાત વિરોધની માનસિકતા ફરી એકવાર છતી થઈ છે. તેઓ ગુજરાતીઓને નોકરી નથી આપી શકતા અને અત્યારે ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક હીરા વેપારી તેમના કામદારોને નોકરીમાંથી કાઢવાની ધમકી આપે છે અને સી.આર.પાટીલ એ વેપારીનું સન્માન કરે છે: ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*