રોડ ઉપરથી લાલ રંગની સૂટકેસ માંથી એક દીકરીનું મૃતદેહ મળી આવ્યો, દીકરીનું મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 3:51 pm, Fri, 18 November 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ખાસ કરીને દેશમાં માસુમ દીકરીઓના જીવ લેવાના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં આજરોજ બપોરે રોડ પરથી મળી આવેલી લાલ રંગની સૂટકેસ માંથી એક બાળકીનું મૃતદેહ મળી આવતા ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર દીકરીના છતિના ભાગ પર ગોળી વાગી હતી. આ ઉપરાંત શરીર ઉપર ઇજાના ઘણા બધા નિશાનો પણ હતા. આ સમગ્ર ઘટનામાં એટલું સ્પષ્ટ છે કે દીકરીનો ખૂબ જ દર્દનાક મોત આપવામાં આવ્યું છે. બીજે ક્યાંક દીકરીનો જીવ લઈને તેના મૃતદેહને અહીં લાવીને ફેંકી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીની ઓળખ હજુ સુધી થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજરોજ બપોરે મથુરાના યમુના એક્સપ્રેસ વે પર કેટલાક મજૂરોએ રોડ ઉપર એક લાલ રંગની સૂટકેસ જોઈ હતી.

પહેલા તેમને લાગ્યું કે આ સુટકેસ કારમાંથી પડી હશે. એક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે હું સૂટકેસની નજીક ગયો, ત્યારે મેં જોયું કે સૂટકેસમાંથી રક્ત વહી રહ્યું છે. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે ત્યાં હાજર તમામ લોકો હચમચી ઉઠ્યા હતા.

કારણ કે સુટકેશ માંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું અને તેના મૃતદેહ કોથળીમાં પેક હતું. પોલીસને યુવતીના છાતીના ભાગ પર ગોળી વાગી હોય તેવા નિશાન પણ મળ્યા છે. આ ઉપરાંત યુવતીના શરીર ઉપર ઘણી બધી જગ્યાએ ઇજા થવાના નિશાનો પણ જોવા મળ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ પુરાવા એકઠા કરી રહી છે અને મૃત્યુ પામેલી યુવતીની ઓળખ કરવાના પ્રયાસો કરી રહે છે. દીકરીનો ફોટો તમામ નજીકના શહેરોમાં મોકલી દેવામાં આવ્યો છે. એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે દીકરીના મૃતદેહને આસપાસના શહેરમાંથી લાવીને અહીં ફેંકી દેવામાં આવ્યું છે.

પોલીસની થીયરી અનુસાર ગુનો કરવા માટે આરોપીએ કાર અથવા તો વાનનો ઉપયોગ કર્યો હશે. આ રોડ સાથે જોડાયેલી તમામ હોટલો પર પોલીસની પૂછપરછ શરૂ થઈ ગઈ છે અને રોડ પર લાગેલા સીસીટીવી કેમેરા પણ પોલીસ તપાસ કરી રહી છે. યુવતીની હાઈટ લગભગ 5.2 ઇંચ છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ઉપરથી લાલ રંગની સૂટકેસ માંથી એક દીકરીનું મૃતદેહ મળી આવ્યો, દીકરીનું મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*