મહિલાના પગમાં ખતરનાક કિંગ કોબ્રા સાપ વીંટળાઈ ગયો… છતાં પણ મહિલા કરતી રહી ભગવાનની પૂજા… જુઓ વાયરલ વિડિયો…

Published on: 6:41 pm, Tue, 29 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં આવો જ એક વિડિયો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે, ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે હેરાન થઈ જશો. જ્યાં એક કોબ્રા સાપ આવ્યો અને ઘરમાં બેઠેલી મહિલાના પગની આસપાસ વીંટળાઈ ગયો અને ફણ ફેલાવીને ત્રણ કલાક સુધી તેની આસપાસ બેસી રહ્યો.

શું આ દરમિયાન સાપે મહિલાને ડંખ માર્યો હતો ? માહિતીને વિગતવાર જાણીએ તો એક કોબ્રા સાપ આવ્યો અને ઘરમાં બેઠેલી મહિલાના પગની આસપાસ વીંટળાઈ ગયો અને ત્રણ કલાક સુધી બેસી રહ્યો. આ દરમિયાન સાપે મહિલાને ડંખ માર્યો ન હતો પરંતુ તેનો ફણ ફેલાવીને ત્રણ કલાક સુધી મહિલાના પગની આસપાસ વીંટળાયેલો રહ્યો.

કોઈએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ વાયરલ વિડિયો મહોબાના દહરા ગામનો છે, જ્યાં મહિલા કોબ્રા સાપથી પોતાનો જીવ બચાવવા માટે હાથ જોડી ભગવાન શિવની પૂજા કરતી રહી. કલાકો સુધી મહિલાના પગને આસપાસ વીટવાયેલા બાદ પણ સાપે તેને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યું ન હતું.

આ દરમિયાન મહિલાના પરિવારજનોએ 112 પર ફોન કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાપ પકડનારને બોલાવીને મહિલાનો જીવ બચાવ્યો હતો. આવો જ એક કિસ્સો બે દિવસ પહેલા પણ રાજસ્થાનના કોટા શહેરમાંથી સામે આવ્યો હતો.

જ્યાં એક કિંગ કોબ્રા માણસના ઓશિકા નીચે આરામ કરી રહ્યો હતો. જેવી વ્યક્તિએ ઓશીકું હટાવ્યું કે તરત જ એક વિશાળકાય સાપ બહાર આવ્યો અને તેને જોઈને વ્યક્તિ ગભરાઈ ગયો. સાપ ની લંબાઈ પાંચ ફૂટથી વધુ હોવાનું કહેવાય છે, ઓશિકા ની નીચેથી કોબ્રા સાપ નીકળતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાના પગમાં ખતરનાક કિંગ કોબ્રા સાપ વીંટળાઈ ગયો… છતાં પણ મહિલા કરતી રહી ભગવાનની પૂજા… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*