દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો..! રમવા-કુદવાની ઉંમરે માત્ર 8 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… આખી ઘટના જાણીને ચોકી ઉઠશો…

Published on: 10:38 am, Sat, 3 June 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે નવસારીમાં(Navsari) બનેલી એક સુસાઇડની(Suicide) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બુધવારના રોજ રાત્રિના સમયે માત્ર 8 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રમવા કૂદવાની ઉંમરે માત્ર આઠ વર્ષની દીકરીએ ઘરમાં કોઈ ગમ્યા કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીને સૌપ્રથમ આલીપોર હોસ્પિટલ અને પછી ત્યાંથી સ્પંદન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ સના ઇરફાનભાઇ માલાભાઈ મુરીમા હતું.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યો છે કે બાળકીને કોઈ વાતને લઈને તેની માતાએ ઠપકો આપ્યો હતો. આ વાતનું ખોટું લાગ્યા બાદ બાળકે માતાને ડરાવવા માટે એક રૂમમાં જઈને ગળાફાંસો લગાવ્યો હતો.

પણ ફાસો ગળામાં કસાઈ જતા દીકરીનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર બાળકી રાજકોટથી પોતાના નાનાને ત્યાં વેકેશન કરવા માટે આવી હતી. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી બાળકીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. આજના સોશિયલ મીડિયામાં બાળકોમાં પણ મોબાઈલ નો વપરાશ વધી ગયો છે. જેથી બાળકોના કોમળ માનસમાં બદલો લેવાની કે કંઈક કરી બતાવવાની ભાવના જાગી બેસે છે. જેના કારણે નાની ઉંમરના બાળકો સુસાઇડ જેવું મોટું પગલું ભરતા જરાક પણ અચકાતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો..! રમવા-કુદવાની ઉંમરે માત્ર 8 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… આખી ઘટના જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*